જ્ઞાન મહોત્સવ:પાટણના ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય ખાતે બે દિવસીય જ્ઞાન મહોત્સવનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે જૈન મુનિભગવંતો દ્વારા ઉપસ્થિત જૈન ધાર્મિક પાઠશાળાના પંડિતવર્યોનું બહુમાન કરાયું

પાટણના ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયમાં ચાર્તુમાસ ગાળવા આવેલ જૈનાચાર્ય વિજયજયંતસેન સુરીશ્વરજી મહારાજના શિષ્ય મુનીરાજ ચારિત્રરત્ન વિજ્યજીની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા બે દિવસીય જ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહોત્સવનો આજરોજ શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

બે દિવસીય જ્ઞાન મહોત્સવના પ્રથમ દિવસે જૈન મુનિભગવંતો દ્વારા ઉપસ્થિત જૈન ધાર્મિક પાઠશાળાના પંડિતવર્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે બીરાજમાન મુનીરાજ નિપુણરત્ન વિજય મહારાજ દ્વારા યોજાયેલ ધર્મસભામાં ઉપસ્થિત જૈન શ્રાવકોને જ્ઞાન અંગેનું પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અષ્ટપ્રકારી પૂજન અને સાંધ્ય સમયે ગુરુભકિત જેવા કાર્યક્રમો યોજાયા હતા જેનો મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...