આયોજન:પાટણના જાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બે દિવસીય ભવાઈ મહોત્સવ યોજાશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણથી છ કિલોમીટરના અંતરે આવેલ પાલડીનાં પ્રાચીન જાળેશ્વર દાદાના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ ઉત્સવ અને લોકમેળો આગામી શુક્રવારના રોજ યોજાશે. પાટણ શહેરમાં વસતા તળઔદિચ્ય બ્રાહમણ સમાજના 46પરીવારો પોતાના સ્વખર્ચે ભાદરવા સુદ ચૌદસથી બે દિવસીય ભવાઈ ઉત્સવ જાળેશ્વર દાદાના સાનિધ્યમાં ઉજવવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે શુક્વાર 9મી સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ ચૌદશના દિવસે યજમાન પરીવારના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે દાદાના આભુષણોની શોભાયાત્રા યોજાશે. ત્યારબાદ શુક્રવારે મોડીસાંજે દાદાના સાનિધ્યમાં મંગલદીપ પ્રગટાવી ભવાઈ ઉત્સવનો પ્રારંભ થશે.

પરિસર બહાર ભવ્ય લોકમેળો પણ યોજાશે
આ ભવાઈ વેશમાં ઔદિચ્ય બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત મુજબ વિવિધ ભવાઈવેશ ભજવવામાં આવશે... અને પૂનમની સવારે રામરાવણ વચ્ચેનું યુધ્ધ પૂર્ણ થયા બાદ જાલેશ્વર દાદાની પરંપરાગત મુજબ પાલખીયાત્રા પાલડી ગામની પરીક્રમા કરશે.

અન્ય સમાચારો પણ છે...