ધાર્મિક કાર્યક્રમ:પાટણના નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ યોજાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણના નવીન કાલિકા માતાજી મંદિર ખાતે દેવઉઠી અગિયારસની રાત્રે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો
પાટણ શહેરની રાણકીવાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવ ઉઠી અગિયારસે શનિવારે રાત્રે તુલસીવિવાહ યોજાયા હતા. શહેરની દેવ દર્શન સોસાયટીમાં રહેતા યજમાન અશ્વિન મગનભાઈ પટેલના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જે નવીન કાલિકા મંદિર પહોંચ્યો હતો. અશ્વિન ભાઈ મગનભાઈ પટેલ પરિવારના યજમાન પદે ભક્તિમય માહોલમાં તુલસીવિવાહની ઉજવાયા હતા. મંદિરના પૂજારી હરેશભાઇ મહારાજ અને શિવમ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસીવિવાહ પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...