રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ-2022નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણની જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધા સરસ્વતી તાલુકાની સાંપ્રા પ્રાથમિક શાળા ખાતે બે દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં અં-14, અં-17, ઓપન એજ એમ ત્રણ વયગૃપના કુલ 350 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં અં-14, અં-17 અને ઓપન એજમાં તથા બહેનોમાં અં-14, અં-17 અને ઓપન એજ તમામમાં પ્રથમ ક્રમે સાંપ્રા પ્રાથમિક શાળાની ટીમો વિજેતા થઇ હતી.
આ પ્રસંગે એસ.એમ.સી. સાંપ્રાના અધ્યક્ષઅશોકસિંહ વાઘેલા, સાંપ્રા પ્રાથમિક શાળાના આચાર્ય નયનાબેન ઝાલા, જિલ્લા રમતગમત અધિકારી વીરેન્દ્ર સી.પટેલ, પાટણ વ્યાયામ મંડળના પ્રમુખબકુબેરભાઈ ચૌધરી, સ્પર્ધાના સહકન્વિનર અને વ્યાયામ શિક્ષક રાજેન્દ્રકુમાર ચૌધરી, ખો-ખો સ્પર્ધાના કોચ જીમીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રસ્સા ખેંચ સ્પર્ધા ચાણસ્મા તાલુકાના સી.કે.પટેલ વિશ્વભારતી વિદ્યામંદિર, મીઠાધરવા ખાતે બે દિવસ દરમિયાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અં-17, ઓપન એજ, અબાઉ 40, અબાઉ 60એમ ચાર વયગૃપના કુલ 300 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં અં-17 ભાઈઓમાં પ્રથમ ક્રમે સિદ્ધપુર તાલુકાના નાગવાસણા માં.શાળા જયારે બહેનોમાં અં-17 માં પ્રથમ ક્રમે ચાણસ્મા તાલુકાની સી.કે.પટેલ વિશ્વભારતી વિદ્યામંદિર, મીઠાધરવાની ટીમ વિજેતા થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.