પાટણ જિલ્લા વનવિભાગ પશુપાલન વિભાગ અને એનજીઓ દવરા પાટણ વન વિભાગ ની કચેરી ખાતે કરુણા અભ્યાન ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે કરુણા અભિયાન દરમિયાન પક્ષીઓ બચાવવા માટે વનવિભાગ,પશુપાલન વિભાગ અને એન જીઓ મદદ થી આજ થી ત્રણ દિવસ માટે પાટણ વન વિભાગ ની કચેરી ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પશુ ડોકટર ટીમ વારાફરતી પક્ષીઓની સારવાર કરવામાં આવશે .જેમાં જિલ્લા ખાતે એક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.17જેટલા કલેકશન સેન્ટર છે.11 ટ્રીટમેન્ટ સેન્ટર રાખવામાં આવ્યા છે.તો ત્રણ દિવસ સારવાર બાદ આ ઘાયલ પક્ષીઓ ને હાશાપુર ખાતે શરૂ કરવામાં આવેલ એનિમલ કેર માં રાખવા માં આવશે. તેમ વન વિભાગ ના અધિકારી બિંદુ બેન પટેલ જણાવ્યું હતું.
વધુ માં જણાવ્યું હતું કેપતંગ થી પતંગ કાપીએ કોઈની પાંખ નહીં અને જેમ બને એમ ઉત્તરાયણ માં ઓછા પક્ષીઓ ઘાયલ થાય તે માટે લોકોએ પતંગ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ન ઉડાવીએ. પતંગ ચગાવવા ચાઈનીઝ, સિન્થેટીક તથા કાચની દોરીનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ના કરીએ. ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ.રાત્રીના સમયે ફટાકડા ન ફોડીએ ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ.અને ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો કરુણા એમ્બ્યુલન્સ 1962 ને જાણ કરી અથવા વન વિભાગ કચેરી ના કંટ્રોલ રૂમ માં 02766225850 નંબર પર જાણ કરીએ અથવા હેલ્પ લાઈન નંબર 8320002000 કરુણા અભ્યાન સંપર્ક કરીએ તેમ જણાવ્યું હતું. જીવદયા પ્રેમીઓ દ્વારા ક૨વામાં આવતી પ્રવૃત્તિઓને લઇ ઉતરાયણના પર્વે ઉપર પક્ષીઓના મોતની સંખ્યા સતત ત્રણ વર્ષથી ઘટી રહી છે. 2019માં 78 મોત થયા હતા જે 2020માં 64 અને 2021માં ફક્ત જિલ્લામાં 34 પક્ષીઓ જ મોતને ભેટ્યા હતા.તો 2022માં ઈજાગ્રસ્ત 151 પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં 10 પક્ષીઓ ના મોત થયા હતા આમ પક્ષીઓને સારવાર મળી રહેતા છેલ્લા 4 વર્ષમાં કુલ 628 ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓમાંથી 188 પક્ષીઓ ના મોત થયા છે જેમાં સૌથી વધુ કબૂતર ના થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.