'તમારા પૈસા નીચે પડી ગયા છે':પાટણમાં ટ્રાન્સપોર્ટનાં વેપારીને અજાણ્યો શખ્સ સવા લાખ રુપિયાનોનો ચૂનો ચોપડી ગયો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'તમારા પૈસા નીચે પડી ગયા છે' તેવું કહેતાં વેપારી ગાડી નીચે ઉતર્યા
  • ગાડીમાં મૂકેલી બેગ અજાણ્યો શખ્સ લઇને ફરાર થઇ ગયો

પાટણનાં ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને બપોરે બે વાગે એક ગઠીઓ આબાદ ભેટી જતાં તેમની નજર ચૂકવીને વેપારી ગાડીમાં પડેલી રૂ 1 લાખ 25 હજારની રોકડ ભરેલી બેગ ચોરી કરીને લઇ ગયો હતો. જે અંગે પોલીસે ફરીયાદ નોંધાવી હતી.

દોઢ લાખ લઇને વેપારી નીકળ્યો હતો
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં સિદ્ધપુર ચાર રસ્તા પાસે આવેલા તિરૂપતિ બજારમાં યુ.પી. ટ્રાન્સપોર્ટનાં નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં ઉત્તમભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે. અંબિકા ટાઉનશીપ, અંબાજી નેળીયું મૂળ રહે. હાજીપુર તા. પાટણ) સવારે તેમનાં ઘરેથી રૂ 1 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી બેગને પોતાની કારમાં મૂકીને તેમની ઓફીસે ગયા બાદ પાટણનાં ઊંઝા ત્રણ રસ્તે તેમનાં મિત્ર પરેશભાઇ મહારાજ મહાકાળી પ્લોટવાળાને રૂ. 25 હજારની ચૂકવણી કરી બાકીનાં રૂા.1 લાખ 25 હજારની ૨કમ બેગમાં મૂકીને કાર લઇને મહેસાણા ગયા હતાં.

પોલીસે તપાસ હાથ ધરી
પરત પાટણ આવીને પાટણનાં ટાફે ટ્રેક્ટર શો-રૂમ આગળ ગાડી ઉભી રાખીને તેમનાં કર્મચારીને ડમ્પરનો સામાન લેવા માટે બોલાવ્યા હતાં.બાદમાં બપોરે બે વાગે ઉપરોક્ત સ્થળે પોતાની ગાડીમાં બેઠા હતાં. ત્યારે 30 વર્ષની વયનો અજાણ્યો એક શખ્સ ગાડી પાસે આવ્યો હતો ને વેપારી ઉત્તમભાઇને કહેલ કે, તમારા થેલા નીચે પડી ગયા છે. તેમ કહેતાં ઉત્તમભાઇ ગાડીમાંથી નીચે ઉતરીને નીચે પડેલી રૂા. 10ની ચાર પાંચ નોટો ઉઠાવી હતી ને ગાડી પાસે જતાં તેમણે ગાડીનો દરવાજો ખુલ્લો જોતાં તેમની સીટ ઉપરની બેગ પણ ગાયબ જોવા મળી હતી અને એ શખ્સ પણ જોવા મળ્યો નહોતો. જથી તેમની રૂા. 1.25 લાખની રોકડ ભરેલી બેગ કોઇ ચોરી કરી ગયો હોવાનું જણાતાં તેઓએ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...