આયોજન:પાટણમાં દિવ્યાંગો માટે વિકલાંગ ધારાના માર્ગદશર્ન માટે તાલીમ શિબિર યોજાઈ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ દ્વારા જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોને નવીન વિકલાંગ ધારા 2016ના કાયદાના લાભ અને નિયમો અંગે માર્ગદર્શન આપવા માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.આર.ડી.સીના સભ્ય દ્વારા કાયદા અંગે વિસ્તૃતમાં દિવ્યાંગોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી રંગભવન ખાતે શનિવારે શ્રી અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ દ્વારા 2016ના કાયદા અને નિયમોના માર્ગદર્શન માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં યુનિના રજિસ્ટ્રાર ડૉ. ડી એમ પટેલ અને જીઆરડીસી ગ્રુપ અમદાવાદથી પરાગભાઇ પટેલ સહીત ટ્રસ્ટના હોદેદારો અને જિલ્લા ભરમાંથી દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. પરાગભાઇ પટેલે જણાવ્યું હતું કે શરીરની પાંચ ઇન્દ્રિયમાં ક્ષતિ વાળા દિવ્યાંગ લોકોને સન્માનભેર જીવી શકે માટે સરકાર સ્પેશયલ વિકલાંગ ધારા 2016 બનાવામાં આવ્યો છે.જેમાં વિશેષ અધિકાર અને લાભો આપવામાં આવ્યા છે.દરેક ક્ષેત્રમાં દિવ્યાંગ શિક્ષિત લોકોને અનામત આપવામાં આવે છે.જેનો લાભ લઇ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે.શરીરથી વિકલાંગ હોય પરંતુ મનથી મજબૂત બનશો તો સન્માનભેર જીવન પસાર કરી શકવાની તાકાત તમારામાં ઉત્પ્ન્ન થશે.જેના સમાજમાં અનેક ઉદાહરણ છે.ઉપસ્થિત મેહમાનો દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...