અકસ્માતમાં મોત:સાંતલપુરના કલ્યાણપુર પાટિયા નજીક ટ્રેલર ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થયો

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જી અનેક નિર્દોષ જીંદગીઓને મોતના મુખમાં ધકેલી દેતા હોવાના કિસ્સા બની રહ્યા છે. ત્યારે વધુ એક આવો માર્ગ અકસ્માતનો કિસ્સો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુર પાટિયા નજીક પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રેલર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીને અડફેટમાં લેતા તેઓનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના બનવા પામી છે.

આ માર્ગ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુર પાટીયા પાસે ગુરુવારની વહેલી સવારે માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રેલર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. નેશનલ હાઈવે પર સર્જાયેલા આ બનાવને લઈને ટ્રાફિક જામ થતાં પોલીસને ટ્રાફિક હળવો કરવા કમર કસવી પડી હતી.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ રાહદારી કલ્યાણપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ માર્ગ અકસ્માતના બનાવની આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...