તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાધનપુરમાંથી પોશડોડાના જથ્થા સાથે વેપારી ઝડપાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સીઆઈડી ક્રાઈમે દુકાનમાં રેડ કરી
  • રૂ. 72000નો મુદ્દામાલ કબજે, વેપારી રિમાન્ડ પર

રાધનપુર શહેરમાં આવેલ ઠક્કર માર્કેટની એક દુકાનમાં સીઆઈડી ક્રાઈમની ટીમે રેડ કરી રૂ.72000ના પોશડોડોના જથ્થા સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો. વેપારીના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રાધનપુરમાં રહેતા ઠક્કર મહેશકુમાર દલસુખરામની શહેરના ઠક્કર માર્કેટમાં અાવેલ ભાડાની દુકાનમાં પોશડોડાનો જથ્થો હોવાની બાતમી અાધારે સીઅાઇડી ક્રાઇમે રેડ કરી હતી.

તેમાં ઠક્કર મહેશભાઇની દુકાનમાંથી પોશડોડાનો ભુકકો, બીજ તથા નાના મોટા ટુકડા, ઠાલીયા સહિતનો કુલ વજન 72.100 કિ.ગ્રા. (કિ.રૂ. 2,16,300) સાથે ઝડપી પાડ્યા હતા. અા અંગે સીઅાઇડી ક્રાઇમે રાધનપુર પોલીસ મથકે ઠક્કર મહેશકુમાર દલસુખરામ સામે માર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ કરી રહેલા પીઅેસઅાઇ ડી.કે. ચૌધરી જણાવ્યુ હતુ કે અારોપીને કોર્ટ રજુ કરીને 5 દિવસના રિમાન્ટ માગ્યા હતા કોર્ટે અેક દિવસના રિમાન્ટ અાપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...