યુવાનોએ મેળવી તકનિકી કુશળતા:પાટણ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 9,971 યુવાનોએ આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ મેળવી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કીલ ઈન્ડિયા મિશન અંતર્ગત રોજગારી મેળવતા લાખો યુવાનો

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે. આ યુવાનો કારકિર્દીમાં આગળ વધે, બેરોજગાર ન રહી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેથી જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના લોન્ચ કરી છે. આ યોજના યુવાનોમાં ટેક્નિકલ જ્ઞાનની વૃદ્ધી થાય તે માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના લાખો નવયુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ અનેક યુવાનો હાલમાં આ યોજના હેઠળ તાલીમ લઈ રહ્યા છે. પાટણમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 9,971 યુવાનોએ આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ મેળવી છે.

પાટણ જિલ્લામાંથી ટ્રેનિંગ મેળવીને રોજગારી મેળવતા લાભાર્થીઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે આઈ.ટી.આઈ અંતર્ગત ટ્રેનિંગ મેળવી. જે બાદ તેમની રોજગારી ક્ષેત્રે વધારો થયો છે. પાટણના અજીતસિંહ ઠાકોર સરકારનો આભાર માનતા જણાવે છે કે, ટ્રેનિંગ લીધા બાદ હવે તેઓ અમદાવાદના ટાટા નેનો પ્લાન્ટમાં કાયમી નોકરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાથી તેમને રોજગારી મળી છે.

પાટણમાં આઈ.ટી.આઈની ટ્રેનિંગ લીધા બાદ પાટણમાં જ ફેબ્રિકેશનની દુકાન ખોલીને રોજગારી મેળવતા જય પંચાલ જણાવે છે કે, ધોરણ 10 પાસ કર્યા બાદ મને ખબર નહોતી પડતી કે મારે કયો વિકલ્પ અપનાવવો, મેં આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ લીધી અને આજે મેં મારી પોતાની દુકાન ખોલી છે. તેમના જેવા યુવાનોને રોજગારી આપતી પ્રધાનમંત્રી કૌશલ યોજના શરૂ કરવા બદલ તેમણે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

પાટણમાં ITI અંતર્ગત તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા

વર્ષતાલીમ મેળવનાર યુવા
20172172
20181971
20192072
20201976
20211780

આ યોજનાનો લાભ મેળવવા કઈ રીતે અરજી કરશો? :

- સ્માર્ટ પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું.

- જો આપ ટ્રેનિંગ પ્રોવાઈડર છો તો, રજીસ્ટ્રેશન સમયે 10 હજાર રૂપિયા જમા કરાવવા.

- ટ્રેનિંગ સેન્ટર માટે 12 હજાર રૂપિયા અને 10 હજાર રૂપિયા પ્રતિ જોબ રોલ ફી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...