તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:રાધનપુર માર્કેટયાર્ડમાં 28 ઉમેદવારની ચૂંટણી માટે કુલ 96.39 ટકા મતદાન થયું

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની વિકાસ અને પરિવર્તન પેલન વચ્ચે ખરાખરીનો જંગ
  • સોમવારે મતગણતરી હાથ ધરાશે, બંને પક્ષે જીતના દાવા કરાયા

રાધનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં રવિવારે ભાજપના જ બે જૂથો વચ્ચે ખરાખરીનો મુકાબલો થયો હતો. જેમાં કુલ 96.39 ટકા મતદાન થયું હતું. સવારથી સાંજ સુધી રાજકીય આંતરિક સ્પર્ધાત્મક માહોલથી માર્કેટયાર્ડ સંકૂલ ધમધમતું રહ્યું હતું. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં વિકાસ અને પરિવર્તન બંને પેનલના 28 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થયા હતા. રાધનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં 16 બેઠકો પૈકી ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો બિનહરીફ થઇ હતી.

જ્યારે ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે રવિવારે માર્કેટયાર્ડ કચેરીના સભાખંડમાં મતદાન પ્રક્રિયા રાખવામાં આવી હતી. ચૂંટણી તંત્ર દ્વારા એક પોલીગ ઓફિસર, એક પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં ત્રણ બુથ ઉપર મતદાન યોજાયું હતું. જેમાં ખેડૂત વિભાગના 830 મતદારો પૈકી 798 મતદારોએ મતદાન કર્યું હતું.

જ્યારે વેપારી વિભાગમાં 306 મતદારો પૈકી 297 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 1136 પૈકી 1095 મતદારોએ મતદાન કરતાં કુલ મળી 96 .39% મતદાન થયું હતું .ઊંચા મતદાનના કારણે બંને પેનલોમાં જીત મળવાની આશાઓ વચ્ચે સોમવારે મતગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...