પાટણ જિલ્લાની ચાર બેઠકો ઉપર કુલ 273 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું. જેમાંથી કુલ 83 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જિલ્લામાં રાધનપુરમાં 24, ચાણસ્મામાં 14, પાટણમાં 25 અને સિદ્ધપુર બેઠકમાં 20 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
શુક્રવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે
જિલ્લામાં રાધનપુર બેઠક પર સૌથી વધુ 86 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું અને તેની સામે 24 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચાણસ્મા વિધાનસભા બેઠક પર 55 ઉમેદવારી ફોર્મનું વિતરણ અને 14 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. પાટણ વિધાનસભા બેઠક પર 57 ઉમેદવારી ફોર્મના વિતરણ સામે 25 ફોર્મ ભરાયા હતા. જ્યારે સિધ્ધપુર બેઠક પર 77 ફોર્મના વિતરણ સામે કુલ 20 ફોર્મ ભરાયા હતા. તારીખ 10 નવેમ્બર થી 17 નવેમ્બર સુધીના એક અઠવાડિયા સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. શુક્રવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
પાટણ જિલ્લાની ચારયે બેઠકોના ઉમેદવારો | ||||
પક્ષ | ચાણસ્મા બેઠક | રાધનપુર બેઠક | સિદ્ધપુર બેઠક | પાટણ બેઠક |
ભાજપ | દિલીપ જી ઠાકોર | લવિંગજી સોલંકી | બળવંતસિંહ રાજપુત | ડૉ.રાજુલબેન દેસાઈ |
કોંગ્રેસ | દિનેશભાઈ ઠાકોર | રઘુભાઈ દેસાઈ | ચંદનજી ઠાકોર | ડૉ. કિરીટ પટેલ |
આપ | વિષ્ણુભાઈ પટેલ | લાલાજી ઠાકોર | મહેન્દ્રસિંહ રાજપૂત | લાલેશ ઠક્કર |
ઉમેદવારોના જ્ઞાતિ વાઈસ મતદારો | |
ચાણસ્મા | |
જ્ઞાતિ | મતદારો |
પટેલ | 35000 |
ઠાકોર | 71000 |
કુલ મતદાર | 292329 |
રાધનપુર | |
ઠાકોર | 75000 |
દેસાઈ | 16000 |
કુલ | 302728 |
પાટણ | |
પટેલ | 41000 |
રબારી | 19000 |
ઠક્કર | 6000 |
કુલ | 306493 |
સિધ્ધપુર | |
ઠાકોર | 62000 |
રાજપુત | 11000 |
કુલ | 271103 |
4 વિધાનસભામાં કુલ 83 ફોર્મ ભરાયા | |||||
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ | અન્ય |
રાધનપુર | 2 | 2 | 2 | 7 | 11 |
ચાણસ્મા | 2 | 4 | 3 | 1 | 4 |
પાટણ | 2 | 2 | 2 | 10 | 9 |
સિદ્ધપુર | 2 | 2 | 2 | 6 | 8 |
કુલ | 8 | 10 | 9 | 24 | 32 |
વિધાનસભા ચૂંટણીમાં 2017 અને 2022 સરમામણી | ||
2017 | 2022 | |
રાધનપુર | 33 | 24 |
ચાણસ્મા | 32 | 14 |
પાટણ | 23 | 25 |
સિદ્ધપુર | 30 | 20 |
કુલ | 118 | 83 |
કોંગ્રેસે સમાજોમાં વેરના બીજ વાવી બેઠકો વધારી પરંતુ આ વખતે લાભ મળશે નહીં : દેવુસિંહ ચૌહાણ
પાટણ શહેરના એમ એન હાઇસ્કુલમાં ભાજપના ઉમેદવારની ઉમેદવારી પહેલા સભા મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને પ્રજા ના જીતાડી તેમની ઓકાત બતાવી દીધી છે. કોંગ્રેસની મત મારી ગઈ છે. સરદાર સાહેબની સન્માનમાં વિધાનસભા મત ચલચિત્ર મુકવા માટે પણ કોંગ્રેસ તૈયાર ન હતી.
ભાજપને રામ કે કામના નામે મત ના મળતાં ધર્મના નામે રાજનીતિ : શકિતસિંહ ગોહિલ
પાટણમાં સંતોકબા હોલ ખાતે કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમા રાજ્ય સભા સાંસદ શકિતસિંહ ગોહિલની સભા યોજાઈ હતી. જેમાં શક્તિસિંહ સભા સંબોધન કરતાં જણાવ્યું કે ભરોસાની ભાજપ સરકાર સૂત્ર ઉપર કટાક્ષ કરતાં જણાવ્ કે ભરોસાની ભાજપ સરકારે ઉપરા ઉપરી ભ્રષ્ટાચાર રૂપી પાડા આપ્યા છે. વિકાસના કામો કર્યા નથી અને રામના નામે પૈસા ખાઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.