હવે દર્દીઓને હાલાકી નહીં પડે:પાટણ જિલ્લાની ત્રણ જનરલ હોસ્પિટલમાં વિવિધ રોગના કુલ 8 ડોકટરોને નિમણૂંક કરાઈ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણ જનરલ હોસ્પિટલ - Divya Bhaskar
પાટણ જનરલ હોસ્પિટલ
  • પાટણ, સિદ્ધપુર અને રાધનપુરની જનરલ હોસ્પિટલમાં નિમણૂંક અપાઇ

પાટણ જિલ્લામાં પાટણ સિવિલ સહિત વિવિધ સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટરોની ઘટના કારણે દર્દીઓને પડતી હાલાકીને ધ્યાનમાં લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પાટણ સિદ્ધપુર અને રાધનપુર જનરલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 8 જેટલા તજજ્ઞ ડોકટરોની બોન્ડેડ નિમણૂંક કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજ્યના આરોગ્ય કમિશ્નર દ્વારા સરકારી મેડિકલ કોલેજો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખાતેથી એમડી અને એમએસ પાસ થયેલા ઉમેદવારોને ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં વર્ગ 1ના તજજ્ઞ તરીકે બોન્ડેડ ધોરણે ડોકટરોની નિમણૂંક આપવામાં આવી છે. જેમાં પાટણ જિલ્લામાં આવેલ ત્રણ જનરલ હોસ્પિટલમાં વિવિધ રોગના કુલ 8 ડોકટરોને નિમણૂંક અપાઇ છે.

પાટણ જનરલ હોસ્પિટલમાં ફિઝિશયન તરીકે ડો. કિર્તન જે.સોની, ઓર્થોપેડિક સર્જન તરીકે ડો. સમર્થ એન.પટેલ, સાયકીયાટ્રીસ્ટ તરીકે ડો. રોશની કે.પટેલ અને ઇએનટી સર્જન તરીકે ડો. શિલ્પા એન.પરમારની નિમણૂંક કરાઈ છે.

સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે ડો. પંકજ એ.નાડોદાને મુકાયા છે. જ્યારે જનરલ હોસ્પિટલ રાધનપુરમાં જનરલ સર્જન તરીકે ડો.સાવન કે.શાહ, ઓર્થોપેડિક સર્જન તરીકે ડો.વી.પી. અમીન અને એનેસ્થેટિક તરીકે ડો. હેતલ જી.કોટેચાની નિમણૂંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ જનરલ હોસ્પિટલમાં વિવિધ રોગોનું નિદાન, સારવાર માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોઈ અહીં ફલટાઇમ જનરલ સર્જન ડોક્ટરની જગ્યા ભરવામાં આવે તે ખૂબ જરૂરી હોવાની લાંબા સમયથી માંગ પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...