પાટણ કોરોના LIVE:જિલ્લામાં વાસી ઉત્તરાયણે સૌથી વધુ 77 કોરોના નાં કેસો નોંધાયા, 15 દિવસમાં કુલ 300 કેસ નોંધાયા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણ,સિદ્ધપુર ,હારીજ, શંખેશ્વર,સરસ્વતી અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે શનિવારે વાસી ઉતરાણે સૌથી વધુ 77 કેસો નોંધાતા લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લા માં શનિવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 23 તાલુકામાં 5, સિદ્ધપુર શહેરમાં 6, તાલુકામાં 3, ચાણસ્મા શહેર માં 9 તાલુકામાં 8,શંખેશ્વર શહેરમાં 2 તાલુકા માં 7,હારીજ શહેરમાં 2 તાલુકામાં 2, સરસ્વતી તાલુકામાં 3, રાધનપુર શહેરમાં 3 ,સમીમાં 3,સાંતલપુરમાં 1 કેસ મળી જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હોવાની સાથે

પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 300 પોઝિટિવ કેસો નોંધાયા છે.જેમાથી 12 દદીઓ સાજા થયા છે. જ્યારે હોમ આઈશોલેશન 215 જ્યારે 2060 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે કાર્યરત જનતા ક્લિનિકની મુલાકાત લીધી હતી.તેઓએ ક્લિનિક પરથી દર્દીઓને આપવામાં આવતી દવાની કીટ તથા સારવાર વિષે ડૉક્ટર સાથે પૂછપરછ કરી હતી. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ જો કોઈ વ્યક્તિને તાવ,શરદી,ખાંસી કે શરીરના દુખાવા જેવા લક્ષણો હોય તો પાટણ શહેરમાં કાર્યરત 7 જનતા ક્લિનિકમાંથી નજીકના ક્લિનિક પર દવા લેવા માટે અપીલ કરી હતી.

પાટણ જિલ્લામાં બે દિવસમાં માસ્ક વગર ફરતા 92 લોકો પાસેથી 92 હજારનો દંડ વસૂલાયો
કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માસ્ક એ કોરોના વાયરસના સંક્રમણથી બચવાનો અસરકારક ઉપાય છે અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ માસ્ક ફરજીયાત છે ત્યારે પાટણ આર.ટી.ઓ. કચેરી અને એસ.ટી. વિભાગ દ્વારા માસ્ક પહેરવાની અપીલ સાથે અવેરનેસ ડ્રાઈવ યોજી તો પોલીસ વિભાગે દંડ વસૂલ કર્યો.

પાટણ જિલ્લા એસ.ટી. વિભાગ દ્વારા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પાટણમાં 18, સિધ્ધપુરમાં 14, રાધનપુરમાં 18, હરિજમાં 10, ચાણસ્મામાં 10 એમ કુલ 70 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

પાટણ એસ.ટી.ડેપો ખાતે પેસેન્જર્સને માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે સમજૂત કરવા સાથે 300 જેટલા માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું. ઉપરાંત માસ્ક વગર બસ સ્ટેન્ડમાં ફરતા મુસાફરોમાં પાટણ બસ સ્ટેન્ડ ખાતે 12 મુસાફરો તથા રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે 10 મુસાફરોને વ્યક્તિદીઠ રૂ 50 નો દંડ કરવામાં આવ્યો હતો.

સાથે જ પોલીસ વિભાગ દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અંગેના જાહેરનામાના ભંગ બદલ તા.13 અને 14 જાન્યુઆરીના રોજ જિલ્લામાં કુલ 92લોકો પાસેથી કુલ રૂ.92.000નો દંડ વસૂલ કરવામાં આવ્યો. આગામી દિવસોમાં પોલીસ વિભાગ,આર.ટી.ઓ તથા એસ.ટી. વિભાગ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...