એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય:પાટણ જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વ પર કુલ 14 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વેમાં અકસ્માત તથા ધાબા ઉપરથી પડી જવાના તેમજ ક્યાંક કરંટ લાગવાના બનાવો બનતા હોય છે જેને લઈને આ વર્ષે પણ 108 ઈમરજન્સી વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ જિલ્લામાં કુલ 14 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેમાંથી 12 એમ્બ્યુલન્સ બેઝીક લાઈફ સપોર્ટ સિસ્ટમ આધારિત હશે જેમાં પૂરતો દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ હશે તો 2 એમ્બ્યુલન્સ એડવાન્સ સિસ્ટમ આધારિત રહેશે જેમાં વેન્ટીલેટર સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

આ કામગીરીને સંચાલિત કરવા માટે જિલ્લામાં 32 પેરામેડીકલ સ્ટાફ સહિત કુલ 64 કર્મચારીઓ ફરજ ઉપર સ્ટેન્ડ બાય રહેશે. જેથી જિલ્લામાં ક્યાંય પણ જરૂર પડે તો 108 એમ્બ્યુલન્સ મારફતે પહોંચી શકાય અને જીવ બચાવી શકાય.તેમ 108ના નરેશ પટેલએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...