પાટણ શહેરમાં જાન્યુઆરી 2022થી લઈને 31 ડિસેમ્બર 2022 સુધીનાં સમય દરમિયાન કુલ 1018 નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હોવાની નગરપાલિકાના લગ્ન નોંધણી શાખામાં નોંધણી થવા પામી છે. જેમાં સૌથી વધી લગ્ન નોંધણી માચૅ માસમાં 138 નવદંપતીઓએ પોતાનાં લગ્નની નોંધણી નગરપાલિકા ની લગ્ન નોંધણી શાખા મા નોંધણી કરાવી હોવાનું અને લગ્ન નોંધણી પેટે પાટણ નગરપાલિકાને કુલ રૂ.19,425 ની આવક થઈ હોવાનું પાલિકાના લગ્ન નોંધણી શાખાનાં અધીકારી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.
વર્ષ 2022નાં સમય દરમિયાન પાટણ શહેરમાં લગ્ન ઈચ્છુક નવદંપતીઓએ મહિના વાઈઝ પ્રભુતામાં પગરવ માંડ્યા હોવાનું અને તેની લગ્ન નોંધણી પાલિકાના લગ્ન નોંધણી શાખામાં કરાવી હોવાનો આંકડાકીય માહિતી આપતા પાલિકા નાં લગ્ન નોંધણી શાખા નાં અધીકારી દિનેશભાઈ પટેલે આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2022 ની જાન્યુઆરી માં 99 , ફેબ્રુઆરી માં 100, માર્ચ માં 138, એપ્રિલ માં 79, મેં માં 72,જુન માં 81, જુલાઈ માં 100, ઓગસ્ટ માં 68, સપ્ટેમ્બર માં 74, ઓક્ટોબર માં 44, નવેમ્બર માં 64 અને ડિસેમ્બરમાં 99 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડતા વર્ષ દરમિયાન કુલ 1018 નવદંપતીઓએ પ્રભુતામાં પગરવ પાડી પોતાના લગ્નની નોંધણી કરાવતા લગ્ન નોંધણી પેટે પાલિકા ને રૂ.19425 ની આવક પ્રાપ્ત થઈ તેઓએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.