ઋષિ પાંચમ:સિદ્ધપુરમાં બ્રહ્માંડેશ્વર મંદીર ખાતે ઋષિ પાંચમના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ સરસ્વતી નદીના પાણીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી

સિદ્ધપુરમાં દર વર્ષે કુંવારીકા માતા સરસ્વતી નદીમાં ઋષિપંચમીના રોજ ઉત્તર ગુજરાત સહિત દૂરદૂરના ગામોની મહિલાઓ સરસ્વતી નદીની માટીમાંથી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે વરસાદને કારણે ચેક ડેમ માથી સરસ્વતી નદીમાં પાણી છોડ્યું હતું જેથી હજારો મહિલાઓએ સ્નાન કરી ઋષિ પંચમીની નદી કિનારે આવી સપ્તઋષિઓની પુજા અર્ચના કરી હતી.

પાપમાંથી મુક્તિ મળે છે
સિદ્ધપુરમાં હિંદુ સંસ્કૃતિના વ્રત, પર્વ પૈકી ઋષિ પાંચમના પર્વની ઉજવણી મહિલાઓ દ્વારા સરસ્વતી નદીમાં સ્નાન કરી ભક્તિભાવપૂર્વક કરે છે. સરસ્વતી નદીની માટીમાંથી સપ્તઋષિની મૂર્તિ બનાવી પૂજા વિધિ કરી ઉપવાસ કરાય છે. આ વ્રત કરવાથી યુવતીઓ, સ્ત્રીઓ રજસ્વલા દોષમાંથી મુક્ત બને છે. ઋષિપંચમીના પર્વે સ્ત્રીઓ શિવાલયો મંદિરોમાં જઈ ઋષિપૂજન તેમજ સામો ખાઈ ઉપવાસ કરી પાંચમ કરે તો પાપમાંથી મુક્ત થાય છે.

મેળામાં લોકોનો ભારે ઘસારો
ગુરુવારે અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની અને અરૂંધતી સહિત વિશિષ્ઠ ઋષિની મૂર્તિઓની પૂજા કરી હતી તેમજ શુદ્ધ ધીનો દીવો, ફળ, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ ચોખા તેમજ અંગારીના દાતણથી સપ્તઋષિની પૂજા અર્ચના કરી હતી. સિદ્ધપુરના બ્રહ્માંડેશ્વર મંદીર ખાતે સવારથી ઋષિ પંચમીના દિવસ નિમિતે મેળો ભરાયો હતો અને સવારથી મેળામાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...