તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોને ટ્રેનિંગ:પાટણ જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકો માટે બ્રિજ કોર્સની ત્રીદિવસીય તાલીમનો પ્રારંભ થયો

પાટણ18 દિવસ પહેલા
  • છાત્રોને ઓનલાઈન એક મહિનો બ્રિજ કોર્સ ભણાવાશે
  • ધોરણ 10ની માર્કશીટ હજુ આવી ન હોવાથી પ્રવેશ કાર્ય અટક્યું

પાટણ જિલ્લાની 832 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળામાં આજે સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેમાં ધોરણ ત્રણથી આઠના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. જેને લઈ શિક્ષકોનો ત્રણ દિવસના બ્રિજ કોર્સનો પ્રારંભ થયો હતો. જેમાં આજે ધોરણ 3થી 5ના શિક્ષકોએ તાલીમ લઈ રહ્યાં છે. તો કોરોનાના કારણે પ્રવેશોત્સવ થશે નહીં. પરંતુ એપ્રિલ માસમાં શિક્ષકો દ્વારા કરાયેલા સર્વેમાં 8415 કુમાર અને 8015 કન્યા મળી કુલ 16430 પ્રવેશપાત્ર બાળકો મળી આવ્યાં છે.

વિદ્યાર્થીઓને આ બ્રિજ કોર્સ અન્વયે ઓનલાઇન ભણાવશે
પાટણ જિલ્લામાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે પ્રવેશોત્સવ વગર આજે સોમવારથી નવા શૈક્ષણિક સત્ર સાથે શાળાઓ શરૂ થઈ હતી. જેમાં શાળામાં આવતા શિક્ષકોનું ટેમ્પરેચર ચેક કરી અને સેનેટાઝ કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. તો શાળાઓ 100 ટકા શિક્ષકો સાથે કાર્યરત થઈ હતી. જેમાં શિક્ષકો ત્રણ દિવસ દરમિયાન બ્રિજ કોર્સ તાલીમ મેળવી રહ્યાં છે. તો માધ્યમ શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવવાની કામગરી શિક્ષકો દ્વારા બનાવવાની શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદમાં એક મહિના સુધી વિદ્યાર્થીઓને આ બ્રિજ કોર્સ અન્વયે ઓનલાઇન ભણાવશે. એટલે કે નવા ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને તેમના પાછળના ધોરણના સંકલિત અભ્યાસક્રમનો મહાવરો, પુનરાવર્તન કરાવતો કોર્ષ જીસીઇઆરટી દ્વારા તૈયાર કરાયો છે. તેની એક મહિનો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવી કોરોનામાં રહેલી અભ્યાસક્રમ, શિક્ષણની ગેપ પૂરવામાં આવશે. તેવી શિક્ષક ભરતભાઈ પટેલે જણાવ્યું હતું.

કામગરી શિક્ષણ વિભાગના આદેશ મુજબ શરૂ
પાટણ શહેરની વીકેભુલા હાઇસ્કૂલના પ્રિન્સીપાલ અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું જે આજથી સત્ર શરૂ થયું છે. તેમાં ધોરણ 9માં પ્રવેશ મેળવેલા નવા વિદ્યાર્થીઓના ગ્રુપ બનવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સાથેસાથે ધોરણ 10માં માસ પ્રોમસન મેળવનાર વિદ્યાર્થીઓના પરિણામ બનાવવાની કામગરી શિક્ષણ વિભાગના આદેશ મુજબ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાઓમાં બાળકોને બોલાવવા માટેની કોઈ સૂચના નથી
પાટણ જિલ્લામાં ધોરણ 3થી 5ના 7જૂને, ધોરણ 6થી 8ને 8 જૂન તથા ધોરણ 9 અને 10માં આગામી 9 જૂને બ્રિજ કોર્સની શિક્ષકો તાલીમ મેળવશે. ત્યાર બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન બ્રિજ ક્રોસના અભ્યાસનો પાઠ ભણવામાં આવશે. એપ્રિલ માસમાં શિક્ષકો દ્વારા કરાયેલા સર્વેમાં 8415 કુમાર અને 8015 કન્યા મળી કુલ 16430 પ્રવેશપાત્ર બાળકો મળી આવ્યા છે. તેવું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને બોલાવવા માટેની કોઈ સૂચના નથી.

નવા વર્ગો માટે શાળાઓ પાસે માહિતી માગી
ધોરણ 10ના છાત્રોને બોર્ડ માસ પ્રમોશન આપ્યું હોવાથી ધોરણ 11માં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. જેને પગલે વર્ગ વધારા માટે શાળાઓ પાસે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માહિતી માગવામાં આવી છે. જેમાં હાલના તબક્કે 13 વર્ગો માટે માગણી આવી છે. તેવુ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના એડીઆઈ જયરામભાઈ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...