બ્લડ ડોનેશન કેમ્પ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે પાટણ ખાતે ત્રિવિધ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત વિકાસ પરિસદ અને પાટણ મોદી સમાજના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું 240 જેટલા રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું

પાટણ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીત્તે વિવિધ કાર્યક્રમોનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત વિકાસ પરિસદ અને પાટણ મોદી સમાજના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

રોટરી બ્લડ બેંક અને રેડ ક્રોસ સોસાયટીનો સહયોગ સાંપડ્યોવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને મોદી સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં રોટરી બ્લડ બેંક અને રેડ ક્રોસ સોસાયટીનો સહયોગ સાંપડ્યો હતો. શહેરના એમ કે એજ્યુકેશન કેમ્પસ અને મોટી ભાટીયાવાડ ખાતે પણ એસ.જે. બ્લડ બેંકના સહિયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે યોજાયેલા આ ત્રિવિધ મહા રક્તદાન કેમ્પમાં કુલ 240 બોટલ બ્લડ પ્રાપ્ત થયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિતિ રહ્યાંપાટણ ખાતે વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે ફૂટ્સ વિતરણ સહીત અનેક સેવાકીય કાર્યક્રમમાં પ્રાંતિજના ધારાસભ્ય અને અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિતિ રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...