ટ્રાફિક સમસ્યાને નિવારવા તંત્ર દ્વારા પાટણ રાજમહેલ રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ પર હાલ ટી આકારનો પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે અને આ પુલ અંગે જાહેરનામુ બહાર પાડવામા આવ્યું હતું. ત્યારે પાટણની પશ્ચિમ બાજુ ટી આકારના પુલના છેડા માટે કેટલાક ટેકનિકલ પ્રશ્નો ઉપસ્થિત થતા છેલ્લા 25 દિવસ થી પુલની કામગીરી મંથરગતિ એ ચાલી રહી છે.
ત્યારે બુધવારના રોજ ગાંધીનગરથી ગુડાના અધિકારીઓ અને તેમની ટીમે પાટણ ખાતે હાથ ધરાયેલ પુલની કામગીરીનું જે કંપનીને કામ અપાયું છે. તેના ટેકનિકલ એન્જિનિયર તેમજ કોન્ટ્રાકટરને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું .તેમજ જરૂરી સૂચનો આપી પુલની કામગીરી ઝડપથી થાય તે માટે જણાવ્યું હતું.ત્યારે હવે કોઈ પ્રશ્નો ઉભાના થાય તો આ વર્ષના અંત સુધીમાં આ ટી આકારનો પુલ બનાવી દેવાની ઈચ્છા પુલ બનાવનાર એજન્સીના અધિકારીઓએ દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.