પાટણ શહેરનાં રતનપોળ જુની સ્ટેટબેંક બિલ્ડીંગ સામે મસ્જીદ નજીદ નાગરીક વિકાસ કેન્દ્રનાં બોર્ડવાળી દુકાનમાં કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરીને બિમાર લોકોને તપાસીને એલોપથી દવાઓ આપીને બિમાર લોકોનાં સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યુ કૃત્ય કરી તેમજ ગેરકાયદેસર મેડીકલ પ્રેક્ટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહિં હોવા છતાં એ તપાસીને છેતરપીંડી કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.
આ ક્લીનીક માંથી ટીમે જુદી જુદી બ્રાંડની દવાઓ તથા જેલ તથા સીરપની બોટલો તથા સ્ટેથોસ્કોપ તથા બંધ હાલતનું બી.પી. માપવાનું સાધન મળી કુલે રૂા. 4360,10નાં મુદ્દામાલ સાથે નરેશભાઇ મોહનલાલ પ્રજાપતિ રે. મિનળપાર્ક સોસાયટી, પાટણવાળાને પાટણ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. અલ્કેશભાઇ સોહેલ તથા તેમની ટીમે રેડ કરીને અટકાયત કરી હતી અને તેની સામે આઇ.પી.સી. 419 તથા ઘી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશ્નર એક્ટ 1963ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણનાં રતનપોળ વિસ્તારમાં જુની સ્ટેટબેંક સામે મળેલી બાતમી આધારે પાટણ તાલુકા હેલ્થ ઓફીસની કચેરીનાં ઓફીસર ડૉ. અલ્કેશ સોહેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝ દિનેશ પટેલ, ફાર્માસીસ્ટ પિન્ટુ સુથાર તથા પોલીસનાં કર્મચારીઓએ અરજદાર સમીર પટેલની બે અરજીઓ સંદર્ભે તપાસમાં હતા ત્યારે તેઓએ ઉપરોક્ત સ્થળે ક્લિનીકમાં રેડ કરીને ઉપરોક્ત બોગસ તબીબને ઝડપીલીધો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.