• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Team Of 108 Pregnant Women From Samina Dudkha Village Rescued The Woman And Child By Delivering Them Inside The Vehicle On The Way.

સરાહનીય કામગીરી:સમીના દુદખા ગામની સગર્ભા મહિલાની 108ની ટીમે રસ્તામાં ગાડીની અંદર ડિલિવરી કરાવી મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડતા 108ના કર્મચારીઓએ ડૉક્ટરના માર્ગદર્શન મુજબ મહિલાની ડિલિવરી કરાવી
  • મહિલા અને બાળક બન્નેની હાલત યોગ્ય થતા પરિવારે બન્ને 108 કર્મીઓના કાર્યને બિરદાવી આભાર માન્યો

સમીના દુદખા ગામની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં 108ની ટીમને જાણ કરાઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સમાં મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. જોકે, મહિલાની રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડતા 108ના કર્મચારીઓએ રસ્તા વચ્ચે જ ગાડીમાં પી.સી.આર પર ડૉક્ટરના માર્ગદર્શન મુજબ મહિલાની ડિલિવરી કરાવી હતી. તેમજ બન્નેને સુરક્ષિત હોસ્પિટલમાં દાખલ કરાવતા બન્નેના જીવ બચી ગયા છે.

સમીના દુદખા ગામની 23 વર્ષની સગર્ભા આશાબેન સોનાજી ઠાકોરને પ્રસુતિની પીડા ઉપડતા સમી 108ને હોસ્પિટલમાં લઈ જવા માટે જાણ કરાઈ હતી. જેથી 108 ઘટના સ્થળે પહોંચી હતી. સગર્ભા મહિલા અસહ્ય વેદનામાં તેની હાલત ગંભીર થતા 108 ના કર્મચારીઓ દ્વારા વિલંભ કર્યા વગર ઈમેટી વિપુલ પરમાર અને પાયલોટ સની પરમાર દ્વારા મહિલાને વાનમાં લઈ ગાડીમાં રહેલી પી.સી.આરની મદદથી ડૉક્ટરનું માર્ગદર્શન લઈ સગર્ભા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી મહિલા અને બાળકને નવજીવન આપ્યું હતું.

ડિલિવરી બાદ બન્નેને સુરક્ષિત હાલતમાં નજીકના હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. મહિલા અને બાળક બન્નેની હાલત યોગ્ય થતા પરિવારે બન્ને 108 કર્મીઓના કાર્યને બિરદાવી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...