તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Team From Patan's Food Department Picked Up The Quantity Of Coriander Seeds Rejected By The Netherlands Government Before It Was Sold In India.

ફુડ વિભાગની કાર્યવાહી:નેધરલેન્ડ સરકારે નકારેલા ધાણાબીજના જથ્થાનું વેચાણ કરવામાં આવે પહેલાં પાટણની ફુડ વિભાગની ટીમે ઝડપી લીધો

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 154 બેગ કિ.ગ્રા.6160 કિ.રૂ.4,92,640 નો મુદ્દામાલ સીલ કર્યો
  • કણી ગામે આવેલી એક ખાનગી કંપનીનાં ગોડાઉનમાંથી જથ્થો ઝડપ્યો

નેધરલેન્ડ સરકાર દ્વારા નકારવામાં આવેલા થાઈ કોથમીર બિયારણનો સ્ટોક ભારતમાં પરત લાવી તેનું બારોબાર વેચાણ કરવામાં આવનારૂ હોવાની ફુડ વિભાગની ટીમને બાતમી મળી હતી. જેને આધારે એફએસએસના સહિયોગથી પાટણની ફુડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ તાલુકાના કણી ગામે આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આબાદ ઝડપી લીધા હતા. તેમજ તેનાં સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

નેધરલેન્ડ સરકારે જથ્થો પરત કર્યો હતો
આ બાબતે મળતી હકીકત મુજબ નેધરલેન્ડ સરકાર દ્વારા નકારવામાં આવેલા થાઈ કોથમીર (ધાણા બીજ) બિયારણનો જથ્થો 154 બેગ કિ.ગ્રા.6160 કિમંત રૂપિયા 4,92,640નો પાટણ તાલુકાના કણી ગામે આવેલી ખાનગી કંપનીના ગોડાઉનમાં પરત કરવામાં આવ્યો હતો. જે જથ્થાને ભારતમાં વેચાણ કરવાની પેરવી કરવામાં આવી રહી હોવાની મળેલી બાતમીના આધારે ગતરોજ એફએસએસનાં સહિયોગથી ફુડ વિભાગની ટીમે કણી ગામે રેડ કરી તપાસ હાથ ધરી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
જેમાં ઉપરોક્ત જથ્થો મળી આવતાં તેનો નમુનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. તેમજ બાકીના તમામ જથ્થાને સીઝ કરી કંપનીના કર્તાહર્તા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફુડ વિભાગની આ તપાસને લઈ ખળભળાટ મચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...