• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Sharp Rise In The Prices Of Various Types Of Feet In The Foot Markets Of Patan; Sold At Rs 40 50, It Reached Rs 100 Per Foot

તહેવારો આવતા જ ફળોનો ભાવ આસમાને:પાટણના ફૂટ બજારોમાં વિવિધ જાતના ફૂટના ભાવોમાં ધરખમ વધારો; 40 થી 50 રુપિયે વેચાતા ફૂટ 100એ પહોંચ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અષાઢ માસમાં આવતા ધાર્મિક તહેવારો, વ્રતો અને ઉત્સવોને લઇ વિવિધ ફૂટની માંગમાં ભારે વધારો જોવા મળે છે. જેને લઇ હાલમાં પાટણની ફૂટ બજારોમાં વિવિધ જાતના ફૂટના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહયો છે. તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે માલની આવક ઘટતા સામાન્ય દિવસોમાં 40 થી 50 રુપિયે વેચાતા ફૂટના ભાવ આસમાને પહોંચી ગયા છે.

કેળાનો ભાવ 30થી 80 રુપિયે પહોંચ્યો છે
કેળાનો ભાવ 30થી 80 રુપિયે પહોંચ્યો છે

કેળાના ભાવમાં અચાનક જ વધારો
અષાઢ સુદ અગીયારસથી વ્રતોની સાથે સાથે વિવિધ ધાર્મિક ઉત્સવોનો પણ સમન્વય રચાશે. ત્યારે વ્રતો અને ધાર્મિક ઉત્સવોમાં ઉપવાસને લઇ ફૂટની માંગમાં વધારો થાય છે. આજથી પાંચ દિવસીય ગૌરીવ્રતનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે સામાન્ય દિવસોમાં 30 થી 40 રુપિયે ડઝનના ભાવે વેચાતા કેળાના ભાવે 60 થી 80 રુપિયે પહોંચી ગયા છે. તો વિવિધ પ્રકારની કેરીના ભાવમાં પણ 50 થી 60 ટકાનો ભાવવધારો જોવા મળી રહયો છે.

આ ઉપરાંત સફરજન, નાસપતિ, અંજીર,ચીકુ, ખારેક સહિતના અન્ય ફુટોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહયો છે. સામાન્ય દિવસોમાં 40 થી 50 રુપિયે વેચાતી ખારેકના ભાવ 100 રુપિયા સુધી પહોંચી ગયા છે. જયારે સફરજનના ભાવ 200 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે.

વરસાદના કારણે આવકમાં ઘટાડો
ફ્રૂટના વેપારીએ હાલમાં ભારે વરસાદના કારણે આવકમાં ઘટાડો થવાથી ભાવ વધ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આગામી ધાર્મિક ઉત્સવોને લઇ પાટણ શહેરની બજારોમાં ફુટના ભાવમાં ભડકો જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...