પાટણ પંથકમાં અનેક સેવાકીય સંસ્થાની સાથે સાથે સેવાકીય વ્યક્તિઓની સેવાકીય પ્રવૃત્તિ સરાહનિય બની રહી છે. ત્યારે પાટણ તાલુકાના આબલીયાસણ ગામના ગરીબ પરિવારના મદદે ડેર ગામના સામાજિક સેવાભાવી આગેવાન ઠાકોર મંગાજી પનાજીએ આર્થિક રીતે મદદરૂપ બની માનવતાની મહેક મહેકાવી છે.
આ સેવાકીય પ્રવૃત્તિની મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના આંબલીયાસણ ગામે એક એવો ગરીબ પરિવાર કે જેના ઘરનો કમાતો મોભી આકસ્મિક બીમારીના કારણે કોમામા સરી પડતા પરિવારમાં નાની ત્રણ દીકરી અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતા.
આ બાબત વિમલભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલના સેવાકીય પ્રવાસ દરમિયાન ધ્યાને આવતા તેમના મિત્ર એવા ડેર ગામના સામાજિક સેવાભાવી આગેવાન મંગાજી પનાજી ઠાકોર ડેર (નાના )જોડે ટેલીફોનીકથી પરિવાર વિશે વાત કરતા પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારના રોજ આ પરિવારની મુલાકાત કરી આ પરિવારને દત્તક લઈ બન્ને દિકરીઓના અભ્યાસથી માડીને લગ્ન કરવા સુધી ખર્ચ તેમને ઉપાડ્યો છે.
આ ઉપરાંચ પરીવારને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઘર ખર્ચની જવાબદારી સાથે પરિવારની તમામ જવાબદારી સ્વીકારી સાચાં અર્થમાં માનવતાની મહેકને મહેકાવી છે. આ સેવાકાર્યને પરિવાર દ્વારા સરાહનીય લેખાવી ઠાકોર મંગાજી (ડેર) પનાજી વિષ્ણુભાઈ પટેલ (નોરતા) તેમજ વિમલભાઈ પટેલ (સંડેર)નો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.