પદયાત્રીઓની સેવા:અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં સેવા કેમ્પ યોજાયો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાખો કરોડો માઇ ભક્તોની આસ્થરૂપી અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ છે ત્યારે હાલમાં અંબાજી ખાતે આ મેળાનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં માંઇ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવવા વાટ પકડી છે અને અસંખ્ય પદયાત્રીઓ અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું છે. જેને લઈ સમગ્ર રૂટ પર બોલ મારી અંબે જય જય અંબે નો નાદ ગુંજી ઉઠ્યો છે. તો સાથેજ માઇ ભક્તોને પગપાળા યાત્રામાં મુશ્કેલીઓ ના આવે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ અને લોકો દ્વારા કેમ્પ લગાવી સેવામાં જોતરાયા છે. ત્યારે આવોજ એક સેવા કેમ્પ સિદ્ધપુર ની પાવનધરા ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દવરા લગાવાયો છે જ્યાં સેવાકીય સ્ટાફ દ્વારા પગપાળા યાત્રા કરનાર શ્રદ્ધાળુઓ ની સેવા કરવામાં આવી રહી છે પણ આ સેવા કેમ્પ પદયાત્રીઓ ને અચરજ પમાડી રહ્યો છે. વાઆ સેવા કેમ્પમાં સ્થાનિક સેવાકીય લોકોતો જોડાયા તો છે જ પણ અહીંયા સાત સમુંદર પાર આવેલ દેશના યુવાનો પણ માઇ ભક્તોની સેવામાં જોતરાયા છે.

યુગાન્ડા દેશના 9 યુવકો અંબાજી જતા પદયાત્રીઓ ની સેવામાં લાગ્યા છે તેઓ ભારતીય સંસ્કૃતીથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ પદયાત્રીઓ સાથે સેવાની સાથે સાથે નાચતા ગાતા પણ જોવા મળ્યા આ યુગાન્ડાના વિદ્યાર્થી છે જે ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં પી.એચ.ડી નો અભ્યાસ કરે છે જોકે આ વિદેશી વિદ્યાર્થીઓની ઉત્સુકતા અહીંયા ખેંચી લાવી છે અને હાલમાં તેઓ શ્રદ્ધા વિશ્વાસ માં ઓતપ્રોત બની બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે ભરપૂર આનંદ માણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...