• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Seminar Was Held In Patan Under The Chairmanship Of The Chief Of Police For The Preparation Of LRD Candidates, Not A Single Police Officer Was Present Last Time.

ઉમેદવારોમાં નિરાશા:પાટણમાં LRD ઉમેદવારોની તૈયારી માટે પોલીસ વડાની અધ્યક્ષતામાં સેમિનાર રખાયો, છેલ્લા સમયે એકપણ પોલીસ અધિકારી હાજર ન રહ્યાં

પાટણ17 દિવસ પહેલા
  • સેમિનારમાં એક પણ અધિકારી ઉપસ્થિતના રહેતા રદ્દ કરવો પડ્યો સેમિનાર ન યોજાતા બહારથી આવેલા ઉમેદવારને ધક્કો પડ્યો

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડમાં રવિવારે પાટણ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લામાં પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસવાડાના અધ્યક્ષતામાં સેમિનાર રાખવામાં આવ્યો હતો, પરંતુ એક પણ પોલીસ અધિકારી ઉપસ્થિત ન રહેતા પાટણ જિલ્લામાંથી આવેલા ઉમેદવાર નિરાશ થયા હતા.

ગુજરાતમાં લાંબા સમય બાદ LRDની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે. જેની આગામી 3 ડિસેમ્બરના રોજ શારિરીક પરીક્ષા છે. ત્યારે ઉમેદવારો હાલ શારીરિક કસોટી માટે આકરી તૈયારી કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો શારીરિક કસોટી માટે મેદાન ન હોવાથી ખેતરમાં કે અન્ય ખુલ્લી જગ્યા પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવામાં રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ પાટણ દ્વારા જિલ્લામાં પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે શારીરિક કસોટી અંગે એક સેમિનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ મેદાનમાં આજ રોજ રવિવારે સવારે 6:30 વાગે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણ સર કેન્સલ થતા આજુબાજુ ગામ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં આવેલા ઉમેદવાર નિરાશ થયા હતા અને પરત ઘરે ફર્યા હતા.

ઉમેદવારઓએ જણાવ્યું હતું કે, અમે રોજ સવારે અને સાંજે યુનિના મેંદાનમાં દોડવાની પેકટિશ કરવા માટે આવીએ છીએ. કાલે સાંજે અહીંયા મેદાનમાં બેનર લગાવ્યા હતા કે રવિવારે સવારે 6:30 વાગે પાટણ જિલ્લા પોલીસ વડા પોલીસ ભરતી શારીરિક કસોટીનું માર્ગદર્શન આપવાના છે, પણ એક પણ પોલીસ અધિકારી ના આવતા અમારે ધક્કો પડયો હતો.

ઉમેદવારઓ જણાવ્યું હતું કે, અમે પોલીસની ભરતીની તૈયારીઓ કરીએ છીએ અમને સોશિયલ મીડિયા માધ્યમના આધારે જાણ થઈ હતી કે, આજે પાટણ યુનિમાં પોલીસ ભરતીનો સેમિનાર છે. એટલે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હતા. અહીંયા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે કોઈ અધિકારી આવ્યા નથી અને આ સેમિનાર કેન્સલ કર્યો છે. એટલે ફરી પાછા ઘરે જઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...