સમયની જરુરિયાત અને વધતી જતી આરોગ્યસેવાઓની ગુણવત્તા માંગને ધ્યાનમાં લઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા DoctHubના સંયુક્ત ઉપક્રમે હેમ. ઉ. ગુ. યુનિ. પાટણના કુલપતિ ડૉ. રોહિત દેસાઇના અધ્યક્ષ સ્થાને " HOSPITAL MANAGEMENT BEYOND TEXT" ના વિષય અનુસધાને રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારના ઉદઘાટન સમારોહમાં DoctHub સંસ્થાના ફાઉન્ડર અને સીઇઓ ડૉ. સંદિપ પટેલ અને તેની ટીમ, ડૉ.ભૂપિન્દર ચૌધરી, ડૉ, સંગિતા શર્મા, ડૉ. સ્મિતા વ્યાસની વિશેષ ઉપસ્થિતિ હતી, સમારોહની શરુઆતમાં વિભાગીય વડા, ડૉ. કે.કે. પટેલ દ્વારા મહેમાનોનુ સ્વાગત પરિચય કરવામા આવ્યુ. હતું.
કાર્યક્રમના વિષયને ધ્યાનમાં રાખીને મહેમાનો દ્વારા ઉદબોધન કરવામા આવ્યુ હતું. સેમિનારના બીજા ભાગમાં મુખ્ય વક્તા ડૉ. સંદિપ પટેલ દ્વારા વિધ્યાર્થી ઓના પ્લેસમેન્ટ અને તેમા જરુરી સ્કીલ્સના વિષય પર વિસ્તૃતમાં વ્યાખ્યન આપવામાં આવ્યુ.
હોસ્પિટલ મેનેજમેન્ટના અધ્યાપક ડૉ. સુષ્મન શર્મા, ડૉ. નિર્મય ભોજક, ડૉ. વિપિન સોની, ડૉ. કિજલ જાની, ડૉ. ડેશા ભડિયાદરા અને તેની ટીમે સેમિનારને સફળ બનાવવામાં યોગદાન આપ્યુ. તેમજ સેમિનારના અંતમા વિધ્યાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.