સેમિનાર:પાટણની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળા ખાતે ડેન્ગ્યુ રોગની જાણકારી અને સારવાર લક્ષી સેમિનાર યોજાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર ડો. મિતેશભાઇ જોશી અને ડૉ.પ્રકૃતિબેનની ઉપસ્થિતિમાં ડેન્ગ્યુ રોગના લક્ષણો, સારવાર અને સાવચેતી વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત બન્ને ડોક્ટરો દ્વારા ડેન્ગ્યુ રોગ વિશે અને તેના લક્ષણો તેમજ તેની સારવાર માટે શુ વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શિષ્ય વૃતિની પરિક્ષામાં ઉતિર્ણ થયેલાનું સન્માન
આ સેમિનાર દરમિયાન પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાની 13 વિદ્યાર્થીનીઓનું બોર્ડ દ્વારા મળેલ પ્રમાણપત્ર ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ચંદ્રકાંત ઠક્કર અને સ્ટાફ મિત્રોએ હાજર રહી અને પુરક માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...