હત્યા કે આત્મહત્યા?:ચાણસ્માના ગંગાપુરા ગામમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે સ્થળ પર પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી

ચાણસ્મા તાલુકાના ધીણોજના ગંગાપુરા ગામ વિસ્તારમાં રહેલી સવારે આવવારૂ જગ્યામાં ઝાડ પર કાપડનું વસ્ત્ર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા પંથકમાં ચકચાર મચી હતી. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો.

પલીસે તપાસ હાથ ધરી
ચાણસ્માના ધીણોજ ગામ નજીક આવેલ ગંગાપુરા ગામમાં ગુરુવારે વહેલી સવારે અર્ધનગ્ન હાલતમાં અજાણ્યો યુવકગળાફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો જોવા મળ્યો હતો. ઘટના મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ આ સ્થળે આવીને સમગ્ર ઘટના મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. હજુ સુધી આ ઈસમની ઓળખ કે ઘટના બાબતે વધુ કોઈ વિગતો બહાર આવવા પામી નથી તપાસના અંતે સત્ય હકીકત બહાર આવશે તેવું સ્થાનિક લોકોના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...