તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:રાધનપુરના પોરાણા પાસે રિક્ષા ચાલકે લૂંટના ઈરાદે વૃદ્ધાને છરીના ઘા માર્યા

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રીક્ષા ચાલકે છરીનો ઘા મારતાં વૃદ્ધાને ગળામાં ઈજા પહોંચી હતી. - Divya Bhaskar
રીક્ષા ચાલકે છરીનો ઘા મારતાં વૃદ્ધાને ગળામાં ઈજા પહોંચી હતી.
 • રિક્ષા ખેતર તરફ વાળતાં વૃદ્ધા કૂદી ગયાં, કાનની બુટ્ટી લૂંટવાનો પ્રયાસ
 • એકઠા થયેલા લોકોએ રિક્ષા ચાલકને માર મારી પોલીસ હવાલે કર્યા, વૃદ્ધા સારવાર હેઠળ

રાધનપુરના નવા પોરાણા ગામ નજીક ખેતરોમાં જવાના કાચા રસ્તા પર ગુરૂવારે સાંજે અજાણ્યા રીક્ષા ચાલકે લૂંટના ઈરાદે મહિલાના કાનની સોનાની બુટ્ટી કાઢવાની કોશિશ કરીં છરી વડે ઈજાઓ પહોંચાડી હતી. જ્યાં નજીકના ખેતરોમાંથી દોડી અાવેલા લોકોઅે રિક્ષા ચાલકને પકડી માર મારીને પોલીસના હવાલે કર્યો હતો.

રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામે રહેતાં કાસુબેન શીવાભાઇ સોલંકી (ઉ.વ.60) ગુરૂવારે નાનાપુરા તેમની બહેન નાનુબેનને મળવા ગયાં હતા અને ત્યાંથી ઘરે પરત આવવા સિનાડ હાઈવે રોડ ઉપરથી રીક્ષામાં બેસી રાધનપુર આવવા નીકળ્યાં હતાં. બાદમાં રીક્ષા અલ્હાબાદ જાય છે તેમ કહી પોરાણા ગામ નજીક ખેતરોના માર્ગે રીક્ષા જવા દેતાં શંકા જતા મહિલા કુદકો મારીને ઉતરી ગયાં હતાં. જ્યાં મહિલા કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી કાઢવાની કોશિશ કરતાં મહિલાઅે બુમાબુમ કરતા રિક્ષાવાળાઅે છરી કાઢી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જ્યાં મહિલાની બુમો સાંભળી લોકો એકઠા થતાં રીક્ષા ચાલકને માર મારી પોલીસ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો