દસ હજાર રોકડા કમાવાની તક:પાટણ જિલ્લામાં નાસતા ફરતા ટોપ ટેન આરોપીને પકડાવનારા વ્યક્તિને રૂ.10 હજારનું પુરસ્કાર અપાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં નાસતા ફરતા ટોપ ટેન આરોપીની પકડાવનારા લોકોને 10 હજારનું ઇનામ આપવામાં આવશે. નાસતા ફરતા આરોપીઓને પકડવામાં તેમજ આવા આરોપીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને પોલીસ વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર આપવાની સાથે સાથે બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ પરિપત્ર દરેક પોલીસ મથકને કરવામાં આવ્યો છે.

આગોતરા ઇનામ જાહેર કરવા અર્થે સૂચન કર્યું છે
આ બાબતે મળતી હકીકત મુજબ, અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગરનાઓના પત્ર ક્રમાંક-સી.આઇ.સેલ અને પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજનાઓના દ્વારા ઉપરોક્ત વિષય અને સંદર્ભ ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ અન્વયે ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામાં પોલીસ સત્તાવાડાઓને મદદ કરવાની ભૂમિકાના ભાગરૂપે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર ખાનગી વ્યક્તિઓ, બાતમીદારોને ઇનામ આપવાની જોગવાઇઓને ધ્યાને લઇ જરૂરી શરતોને આધીન આગોતરા ઇનામ જાહેર કરવા અર્થે સુચન કર્યું છે. જે અન્વયે જિલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીઓ નક્કી કરેલા સદરહું આરોપીઓને પકડવા સારૂ આગોતરા ઇનામ જાહેર કરવા સૂચના કરવામાં આવી છે.

આરોપીઓને પકડવામાં મદદ કરનારનું નામ ગુપ્ત રખાશે
ગુજરાત સરકાર ગૃહ વિભાગના દ્વારા પોલીસ અધિક્ષકને મળેલી સત્તાની રૂએ પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જિલ્લાના આ સાથે યાદીમાં જણાવેલા ટોપ-10 નાસતા ફરતા આરોપીઓની ચોક્કસ માહીતી આપનારને અથવા તો આરોપી પકડવામાં મદદરૂપ થનારનું નામ ગુપ્ત રાખવાની શરતોને ધ્યાને લઇ પ્રોત્સાહન રૂપે ઠરાવમાં જણાવેલી શરતોને આધીન રોકડા રૂ-10 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી નાસતા ફરતા આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...