આયોજન:પાટણ જિલ્લા સમસ્ત નાયી સમાજ સંગઠન આયોજિત સત્કાર સમારંભ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમારંભમાં ગુજરાત નાયી વાળંદ સમાજના કેશકલા બોર્ડ નિગમ વિશે ચર્ચા કરાઇ

પાટણ મેલડી માતાજીના મંદિર પરિસર ખાતે રાજકીય આગેવાનોની નિષ્ઠામાં નાયી સમાજના હોદેદારોનો સન્માન કાર્યક્રમ સમારંભ પ્રમુખ (અધ્યક્ષ) ગુજરાત વાળંદ સેવાસંઘ અમદાવાદના પ્રમુખ ગોપાળભાઈ શર્માની ઉપસ્થિત યોજાયો હતો

સમારંભમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહામંત્રી ભાજપ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ભૂતપૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ કે .સી.પટેલ , ભૂતપૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ ભાજપ તથા સુરેશભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહી નાયી સમાજના આ સંગઠન વિશે પોતાના વિચારો વ્યકત કરી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ઓએનજીસી મહેસાણા ખાતે જુનિયર એન્જિનિયર તરીકે નિમણુંમ પામેલા જીમીત રમેશચંદ્ર લિમ્બાચીયા ( જાખેલ ) હાલ પાટણનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લિમ્બચ યુવા સંગઠન ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ નાયી ઉંઝા ) હાજર રહ્યા હતા. તેઓનું પણ સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે સર્વ નેતાઓની હાજરીમાં ગુજરાત નાયી વાળંદ સમાજનું એક કેશકલા બોર્ડ નિગમની માંગણી કરી હતી જેની સર્વે નેતાઓએ ગંભીરતાથી નોંધ લીધી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લાના તમામ ગોળ પરગણાના પ્રમુખ મંત્રી તથા હોદેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પાટણ જિલ્લાના નાયી આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

વઢિયાર નાયી સમાજ સાત પરગણાના પ્રમુખ મુકેશભાઈ નાયી આજના ભોજનદાતા હતા તેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબજ મહેનત કરી હતી તેઓનું સન્માન રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

જિલ્લાના સંગઠન વિશેની માહિતી શંકરભાઈ નાયી કોટવેડ કરી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ સમગ્ર જિલ્લામાં તમામ નાયી મિત્રો એક બની એક સંગઠન બને તે દિશામાં તમામ મિત્રોએ સાથ સહકાર આપ્યો હતો દરેક પરગણા, ગોળમાંથી પાંચ પાંચ વ્યક્તિ લઈ એક સંગઠન બનાવવું ટૂંકસમયમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવું અને ટૂંકસમયમાં પાટણ ખાતે જીલ્લાનું કાર્યાલય બનાવવું તેવું હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

કાર્યક્રમની આભારવિધિ કર્મચારી મિત્ર મંડળના ભૂ.પૂ.મંત્રી કમલેશભાઈ નાયી પલાસરે કરી હતી. તથા કાર્યક્રમનું સફળ સંચાલન રમેશચંદ્ર પી. લિમ્બાચીયા( મ.શિ. ) ચાણસ્મા જાખેલ તથા આત્મારામભાઈ નાયી કલાણા તથા કમલેશભાઈ લિમ્બાચીયા પલાસરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...