મતદાન જાગૃતિ:અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત રાધનપુર તાલુકામાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ 3.11.2022 ના રોજ ચૂંટણી જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લામાં તારીખ 5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ રાધનપુર જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે નિવાસી અધિક કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝીલવાણા ગામે આજરોજ નિવાસી અધિક કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બૂથ અવેરનેસ ગૃપની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા અને મતદાનનું શુ મહત્વ છે તે સમજાવીને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતા.

અવસર કેમ્પેઇનની ટેગ લાઈન છે, "અવસર લોકશાહીનો" તે સાચા અર્થમાં લોકશાહીનો અવસર બની રહે અને નિર્ભીક તેમજ પારદર્શક વાતાવરણ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. અવસર કેમ્પેઈન અંતર્ગત પાટણમાં વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ રાધનપુર જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે નિવાસી અધિક કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ ઝીલવાણા ગામે નિવાસી અધિક કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બૂથ અવેરનેસ ગૃપની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા અને મતદાનનું શુ મહત્વ છે તે સમજાવીને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ઝીલવાણા ગામમાં શપથ વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ શપથ વિધિમાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

ઝીલવાણા ગામે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ગ્રામજનોને સંકલ્પ પત્રો આપવામાં આવ્યાં હતા. તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયોવૃદ્ધોને મતપત્ર દ્વારા મતદાન કરવા માટેના પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યાં હતા. ચૂંટણી જાહેર થતા જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આજરોજ રાધનપુરમાં આયોજિત મતદાન જાગૃતિના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડ અને જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...