વીજ શક્તિ પહોંચે ઘર ઘર, દેશ બને સમૃદ્ધ:પાટણના ગાંધી બાગથી વીજ સલામતી સપ્તાહના સમાપન નિમિતે રેલી યોજાઇ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વીજ સલામતીના સ્લોગનો સાથે કર્મચારીઓ જોડાયા

પાટણ ગાંધીબાગ ઉત્તર ગુજરાત વીજકંપની લીમીટેડની કચેરી ખાતે વિજ સલામતી સપ્તાહના સમાપન દિવસે વિવિધ વિજ સલામતીના સ્લોગનો સાથે કચેરી સંકુલ ખાતેથી રેલી યોજાઇ હતી.

ઉત્તર ગુજરાત વીજકંપની લીમીટેડ મહેસાણા દ્વારા 1 જુનથી 6 જુન સુધી વીજ સલામતી સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. જેનો સમાપન સમારોહ પાટણની ગાંધીબાગ યુજીવીસીએલ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કચેરી સંકુલ ખાતેથી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વીજ સલામતી અંગેના સ્લોગનો સાથે અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જેમાં વીજલાઇન નીચે વાહનો ન ઉભા રાખવા, વીજ શકિત પહોંચે ઘર ઘર, દેશ બને સમૃદ્ધ. વીજલાઇન ઉપર લંગર નાખી વીજપ્રવાહ લેવો નહીં. વીજલાઇનો નીચે અથવા તો તેના થાંભલાઓ સાથે પ્રાણીઓ બાંધવા નહીં, સહિતના વિવિધ સ્લોગનો સાથે રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી અને કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આમ નાગરીકોમાં વીજ સલામતી અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ રેલી ગાંધીબાગ કચેરી ખાતેથી પ્રસ્થાન થઇ બગવાડા દરવાજા, મેઇન બજાર, રેલ્વે સ્ટેશન વિસ્તાર, રેલ્વેનાળા થઇ કચેરી સંકુલ ખાતે સમાપન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...