મારામારી:સમીના દુદખા ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે ધિંગાણું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમીના દુદખા ગામે એકજ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય સભામાં ધીંગાણું સર્જાયું હતું. ઘાતક હથિયારો વડે સામ સામે મારામારી થતા અફરાતફરી માહોલ સર્જાયો હતો. બન્ને પક્ષમાં સામસામે હુમલો થતા બન્ને પક્ષના લોકો ઇજાઓ થઈ હતી. આ મામલો વધી જતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો.

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે સામાન્ય સભા હોઈ ગામના કેટલાક સભ્યો એકઠા થયા હતા. જેવી સામાન્ય સભા શરૂ થતાંજ હબોળો શરૂ થયો હતો. હોબાળોમાં સામ સામે હથિયારો વડે શરૂ થતા સામાન્ય સભા અફડાતફડી મચી જવા પામી હતી.ઘાયલો ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલા દરમિયાન વિનોદજી કાનજીજી ને માથા ના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે સમી અને ત્યાંથી વધુ ગંભીર ઇજા ઓ હોય ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે ભોપાજી ને પણ હાથના ભાગે ઇજા ઓ થતા તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો સામે પક્ષ ને પણ ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...