તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સમી-બાસ્પા રોડ પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મોત, થોડા દિવસોમાં બહેનના લગ્ન હોય યુવક ઘરે આવી રહ્યો હતો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાયો

પાટણ જીલ્લાના હાઈવે માર્ગ પર પુર ઝડપે દોડી રહેલા વાહન ચાલકો દ્વારા ગફલતભરી રીતે પોતાના વાહનો હંકારી અવાર નવાર નાનાં મોટાં માગૅ અકસમાતો સર્જી અનેક નિર્દોષ માનવ જીંદગી ને મોતના મુખમાં ધકેલી રહ્યા છે ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા નજીક ટ્રક અને બાઇક વચ્ચે સજૉયેલ માગૅ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દિયોદર તાલુકાના ધ્રાંડવડા ગામનો ભાવિનભાઇ રાવતભાઇ લુદરીયા(પરમાર) પોતાની બહેનના તાજેતરમાં લગ્ન હોઇ અમદાવાદ થી વતનમાં આવવા વહેલી સવારે પોતાના બાઇક પર નિકળ્યો હતો.

ત્યારે સમી તાલુકાના બાસ્પા ગામ નજીક માગૅ પરથી બેફામ રીતે ડ્રાઈવીગ કરીને આવી રહેલા ટ્રેઇલરે ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાન ને ટક્કર મારતાં તેને માથામાં ગંભીર રીતે ઇજાઓ થતાં તે યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતુ.બહેનના લગ્ન હોઇ ભાઇ વતનમાં આવતો હોઇ ખુશીના માહોલ વચ્ચે અકસ્માતના સમાચારથી પરિવારજનો માં દુ:ખનું મોજું ફરી વળ્યું હતુ.

આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પિતા સહિતના સગાં સંબંધીઓ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પોલીસ ને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે આવી લાશનું પંચનામુ કરી પીએમ માટે મોકલી આપી હતી.આ અકસ્માત ની મૃતકના પિતાએ ટ્રેલર ચાલક સામે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા સમી પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...