તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકસ્મિક મોત:પાટણના એપલ રેસિડેન્સી ગેસ્ટ હાઉસમાં ઠક્કર સમાજના આશાસ્પદ યુવાનનું મોત, બ્રેઈન હેમરેજના કારણે મોત થયાનું તારણ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લાશને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી

પાટણ શહેરનાં ટેલીફોન એક્સચેન્જ માગૅ ઉપર આવેલ શિશ બંગ્લોઝમાં રહેતાં ઠક્કર સમાજના 31 વર્ષિય યુવકનું ગતરાત્રીના સુમારે શહેરના એપલ રેસિડેન્સી ગેસ્ટ હાઉસના રૂમમાં આકસ્મિક રીતે મોત નિપજ્યું હોવાની ધટના પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પ્રકાશમાં આવવા પામી છે.

બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેર નાં ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ શિશ બંગ્લોઝમાં રહેતાં અરવિંદભાઈ ગણેશભાઈ ઠક્કર ઉ.વ. 21 તા.25 મી જુનનાં રોજ સાંજના 6થી રાત્રિના 10નાં સમય દરમિયાન શહેરના એપલ રેસિડેન્સી ગેસ્ટ હાઉસ નાં રૂમમાં રોકાયા હતા ત્યારે આ સમય દરમિયાન આકસ્મિક રીતે તેઓનાં નાક અને કાન માંથી અસહ્ય લોહી વહેવા લાગતા તેઓને શહેરની જનતા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરી પાટણ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં બી ડિવિઝન પોલીસ મથકનાં પીએસઆઇ જે.ડી.ઓઝા સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી ફરજ પરના ડોક્ટરનું નિવેદન લેતાં તેઓએ અરવિંદભાઈ ઠક્કરના મોતનું કારણ મગજની નશ ફાટી જવાનાં કારણે, બ્રેઈન હેમરેજનાં કારણે થયું હોવાનું જણાવતા પોલીસે લાશનું પંચનામુ કરી લાશને પીએમ માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું તપાસ અધીકારી પીએસઆઇ ઓઝાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...