હારિજ ખાતે શનિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર ની ખાસ ઉપસ્થિત પાટણ જિલ્લાના વિજેતા કોંગ્રેસ ધારાસભ્યનો સન્માન સમારોહ કાર્યક્રમ હારીજનાં નગર સેવક ડો.ભગવાનભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
હારિજ ખાતે કોંગ્રેસના અગ્રણી અને સતત 7 મી વાર નગર સેવક તરીકે સેવા બજાવતા ડો.ભગવાનભાઈ પટેલ પરિવાર તરફથી તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ અને ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોરનો આયોજિત સન્માન સમારોહ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે વિધાનસભા ની ચુટણીના પરિણામ ની ચિંતા વ્યક્ત કરી ભાજપની ભાગલાવાદી રાજકારણની નિતિને આડે હાથ લીધી હતી તેઓએ વિધાનસભા ની ચુંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા અપાયેલાં પ્રજાલક્ષી વચનોને ગુજરાતની પ્રજાએ ન સ્વિકારી સમાજ સમાજ વચ્ચે,કોમ કોમ વચ્ચે ભાગલાવાદી ની રાજનીતિ કરતાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપી સત્તારૂઢ કરી હોવાનું જણાવ્યું હતું.
તેઓએ કાશ્મીર થી કન્યા કુમારી સુધી રાહુલ ગાંધી દ્વારા આયોજિત ભારત જોડો યાત્રા ની મુકતમને પ્રસંસા કરી પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી પાટણ અને હારીજ બેઠક પર ચુંટાયેલા ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને દિનેશજી ઠાકોર ને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ને પુનઃ કામે લાગી જવા અપીલ કરી હતી. હારીજ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ,દિનેશજી ઠાકોર, ડો.ભગવાનભાઈ પટેલ,હારિજ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકુંદભાઈ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણજી ઠાકોર સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો,સદસ્યો કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.