આયોજન:સમી તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા ઉધોગ સાહસિકતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને સ્વનિર્ભર બનવા વિવિધ રોજગાર લક્ષી માહિતી પૂરી પાડવામાં આવી

સમી તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમી તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં મિશન મંગલમ દ્વારા ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમ અને ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાન EDIIના સહાયોગથી મહિલા ઉધોગ સાહસિકતા કાર્યક્રમનું સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદથી ઉપસ્થિત રહેલા પ્રવિણભાઇ EDIIના કાર્યકર્તા દ્વારા ગ્રામ્ય કક્ષાએ કરવા લાયક વ્યવસાયો, માર્કેટ સર્વે તાલીમ, મૂડી રોકાણ અને બેંકની લોન ધિરાણ તેમજ વિવિધ વિભાગમાં મળતી સબસિડી બાબતે વિગતવાર માહિતી આપી હતી.

સમી તાલુકાના સામાંજીક કાર્યકર્તા અને ભદ્વાડાના વતની જનકભાઈ વ્યાસ દ્વારા મહિલા ઉધોગ સાહસિકતા એટલે શું અને આ વ્યવસાયમાં મહિલાઓની સક્ષમતા અને મહત્વ તેમજ વ્યવસાય સરું કરવા માટે મદદરૂપ વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

રીલાયન્સ ફાઉન્ડેશનના વ્રજલાલ રાજગોર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખેતી, ડેરી, સજીવ ખેતી અને પશુપાલન ને લગતા વ્યવસાયોની પસંદગી કરવી જોઈએ જેથી આપણે આપણા ખેતીના કામ સાથે આ કામો કરી સકાય એવી માહિતી આપવા સાથે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા મંડળ અને ગ્રામ વિકાસ આયોજન બાબતે પ્રિંન્ટેડ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મિશન મંગલમના તાલુકા કોડીનેટર હેતલબેન દ્વારા બહેનોને ગ્રામીણ પરિસ્થિતિને અનુરૂપ વ્યવસાય પસંદ કરવા બાબતે માર્ગદર્શન આપીને કાર્યક્રમના આયોજક અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...