જન્મ જયંતી:પાટણમાં સંત રવિદાસજીની 645મી જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા

પાટણ શહેરમાં બુધવારે મહાસુદ પૂનમના રોજ સંત શિરોમણી રવિદાસજીની 645મી જન્મજયંતીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.

સંત શિરોમણી રોહિદાસ બાપુનો જન્મ વિક્રમ સંવત 1433 મહાસુદ પૂનમના દિવસે કાશીના ચર્મકાર કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ રઘુ અને માતાનું નામ રવિનિયા નામવામાં આવે છે. સંત રોહિદાસે સાધુ-સંતોની સંગતથી પર્યામ વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારે પ્રતિવર્ષે પાટણ શહેરમાં મહાસુદ પૂનમના દિવસે સંતશ્રી શિરોમણી રવિદાસ મેમોરીયલ રિસર્ચ સેન્ટર-રવિધામ દ્વારા તેમની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવે છે. બુધવારે લીલીવાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

આ શોભાયાત્રામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, મહિલાઓ તેમજ યુવાનો ધર્મની ધજા સાથે જોડાયા હતા. તો સંત રવિદાસ બાપુની ફોટો સ્મૃતિને શણગારેલ બગીમાં બીરાજમાન કરવામાં આવી હતી.

આ શોભાયાત્રા લીલીવાડી ખાતેથી સંગીતની સુરાવલી સાથે પ્રસ્થાન પામી હતી. જે શહેરના ટેલીફોન એક્સ્ચેજ, સુભાષચોક, જૂનાગંજ બજારથી બગવાડા ચોક ખાતે આવી પહોંચી હતી. જ્યાં શોભાયાત્રામાં જોડાયેલા રોહિત સમાજ સહિત અન્ય અનુસૂચિત જાતિ સમાજના સંગઠનના આગેવાનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાપર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા લીલીવાડી ચોક ખાતે સમાપન કરવામાં આવી હતી જયાં બપોર બાદ બ્લડડોનેશન કેમ્પ યોજાયો હતો.સાંજે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી સંતવાણી નો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...