શોભાયાત્રા:પાટણ શહેરમાં પાઠક સાહેબની ગુરુગાદી ખાતેથી શોભાયાત્રા નીકળી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ સ્થિત કરંડિયા વીર દાદાના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.જે નિમિત્તે શહેરના ગોળશેરીમાં આવેલ પુજય પાઠક સાહેબની ગુરુગાદી ખાતે થી શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગોપાળભાઇ પાઠક સાહેબ શોભાયાત્રામાં શણગારેલ ખુલ્લી જીપમાં બિરાજમાન થયા હતા.

બેન્ડવાજાની સુરીલી સરગમ સાથે ગુરુગાદી ખાતેથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગો પર થઇ કરંડિયા વીર દાદાના મંદિર ખાતે પહોંચી હતી. ત્યારે શોભાયાત્રા જે તે માર્ગો પરથી પસાર થતાં સેવકો અને ભકતોએ પુજય ગોપાળભાઇ પાઠક સાહેબને ફુલહાર પહેરાવી તેમના આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ મંદિર પરિસર ખાતે નવચંડી હવન યોજાયો હતો. જેના દર્શન નો લાભ લઈ ભક્તોએ ધનાયત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...