સન્માન:પાટણના સિંધી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂજય લાડી લોહાણા સિંધી પંચાયત પાટણ એટલે કે પાટણના સિંધી સમાજ દ્વારા હેમ.ઉ.ગુ.યુનિ.ના કન્વેનશન હોલ ખાતે તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ અને શિક્ષણ દ્વારા સરકારી, અધર્સ૨કારી, ખાનગી ક્ષેત્રે નોકરી પ્રાપ્ત કરનાર તેમજ ડોકટર, એન્જિનિયર, વકીલ વગેરે બનીને સમાજનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણનો આખોય લાડી લોહાણા સિંધી સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા પાટણના સિંધી સમાજને હંમેશા અપેક્ષા કરતા વધુ સહયોગ કરનાર એવા અગ્રણી ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર (બેબાશેઠ) મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ જીવતરામ ઠક્કર ચેરમેન ગોકુલ એગ્રો લિ. સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તર ગુજરાત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ રેવા રામચંદ કાલાણા ઉદઘાટક તરીકે અને સમારંભમાં અતિથી વિશેષ તરીકે ભગદાનદાસ જેઠાનંદ ઠક્કર પૂર્વ પ્રમુખ, રાજેશકુમાર રામચંદભાઈ ઠક્કર ઉપપ્રમુખ ઉત્તર જુગરાત લાડી લોહાણા સિંધી પંચાયત અને ભાવિકભાઈ કેવલરામ ઠક્કર ટ્રસ્ટી મૂળચંદ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા અને તેઓએ પોતાના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરી કાર્યક્રમની શોભા વધારી હતી.ઉપરાંત સમાજના આમંત્રણને માન આપી બહારથી પાધારેલા મહેમાનોએ પણ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા લાડી- લોહાણા સિંધી પંચાયત પાટણના પ્રમુખ હરેશકુમાર નારણદાસ લાલવાણી, મંત્રી જગદીશભાઇ નારણદાસ બચાણી (પપ્પુભાઇ), ઉપપ્રમુખ હરેશભાઇ રેલુમલ ઠકકર, ઓડિટર મેઘરાજભાઇ મુલચંદભાઇ માખીજા, ખજાનચી ચંદનભાઇ નારણદાસ વિરવાણી, કારોબારી સભ્યોનું મહેશકુમાર કનૈયાલાલ ઠકકર, ઇશ્વરભાઇ જેઠાનંદ ઠકકર, જીતેન્દ્રકુમાર જમનાદાસ ઠકકર અને ચંદ્રકુમાર કુંદનલાલ ઠકકરે મહેનત કરી હતી.

આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા ભોગીલાલ રેવાચંદ જયરામજી, જીતેન્દ્રકુમાર જમનાદાસ ઠકકર અને સમાજના અન્ય મહાનુભાવોએ દિલ ખોલીને સહયોગ કરેલ. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે સુરેશભાઇ મોહનદાસ ઠકકર અને ચંદ્રકુમાર કુંદનલાલ ઠકકરે સુંદર મંચસંચાલન કર્યું હતું. તથા પાટણ લાડી- લોહાણા નવયુવક મંડળે કાર્યક્રમના સંચાલન માટે સુંદર સેવા પુરી હતી.

અન્ય સમાચારો પણ છે...