પાણી આપવા માગ:રાધનપુર-સાંતલપુરમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર ધારાસભ્ય સહિત પંથકના ખેડૂત આગેવાનોને મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કરવાની હૈયાધારણા આપી

પાટણ જિલ્લાના રાધનપુર-સાતલપુર પંથકમાં નમૅદા કેનાલ દ્વારા સિંચાઇ માટેનાં પાણી અવિરત મળતાં રહે તેવી માંગ સાથે મંગળવારના રોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની આગેવાની હેઠળ પંથકના ગામોનાં ખેડૂત આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી.

રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત ખેડૂત આગેવાનો એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને સાંતલપુર અને રાધનપુર તાલુકામાં નર્મદાના સિંચાઇના પાણીના પ્રશ્નો બાબતે તેમજ નમૅદા કમાન્ડ વિસ્તારના બહાર આવતા ગામોને નમૅદા કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરી ખેડૂતોને સિંચાઈ માટે પુરૂતુ પાણી મળી રહે તે માટે રજુઆત કરવામાં આવતા મુખ્યમંત્રી દ્વારા રજૂઆત નાં પગલે યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત સાથે ની રજૂઆત દરમિયાન રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત રાધનપુર, સાંતલપુર તાલુકાના ગામના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...