દબાણકર્તાઓથી મુશ્કેલી:પાટણની શાંતિનાથ સોસાયટીમાં દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવા પાલિકા પ્રમુકને રજૂઆત

પાટણ9 દિવસ પહેલા
  • દબાણકર્તાઓ રહિશોને ધમકી આપતા હોવાના પણ આક્ષેપ

પાટણ શહેરનાં સિધ્ધપુર હાઇવે ઉપર આવેલી શાંતિનાથ સોસાયટીમાં અનેક દબાણો હોવાથી રસ્તાની સગવડ મળતી નથી. જેથી સ્થાનીક રહિશો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવા રહિશોએ પાટણ પાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

સામાન્ય સભામાં પાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું
રહિશોએ આજે પાટણ નગરપાલિકા ખાતેની સામાન્ય સભામાં આવીને પ્રમુખ સ્મિતાબેન પટેલને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અમારી સોસાયટીમાં રસ્તામાં બાંધકામ થતાં દબાણ થયાં હોવાથી તેઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી નવો રસ્તો કાઢી આપવા માટે જણાવીને રજૂઆત કરી હતી. તેમજ દબાણકર્તાને કહેવા જઇએ તો રહિશોને ફસાવી દેવાની ધમકી આપી છે તેવો આક્ષેપ કર્યો હતા.
સમસ્યાનું નીરાકરણ આવે તેવી માગ કરી
​​​​​​​
તેમના કહેવા પ્રમાણે અગાઉ દબાણ તોડાયું હતું પરંતુ આ દબાણકર્તા ફરી દબાણ કર્યુ હતું. જેથી તેઓને રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે તો બાળકોને શાળાએ જવા આવવામાં તકલીફ ન પડે. તેમજ અત્યારે આ રસ્તા ઉપર વરસાદી પાણી પણ ભરાયેલા છે. જેથી આ સમસ્યાનું નીરાકરણ આવે તેવી માગ કરી હતી. આ આવેદનપત્રમાં તેઓએ સહીઓ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...