સુઝબુઝ:સમશેરપુરાની સગર્ભાને બાળક ઊંધુ થતાં રસ્તામાં ડિલેવરી કરાવાઈ, 108ના કર્મચારીઓની સુઝબુઝથી મહિલા અને બાળકનો જીવ બચ્યો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમીના સમશેરપુરાની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતા 108 માં ડિલિવરી માટે લઇ જવાતાં બાળક પેટમાં ઊંધું થઇ જતા અસહ્ય પીડાને લઇ ઇએમટી અને ઇઆરસી દ્વારા ડૉક્ટરના માર્ગદર્શન મુજબ 108 માં જ મહિલાને નોર્મલ ડિલિવરી કરાવી હતી. બાળક અને માતાનો આબાદ બચાવ કરી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

સમી તાલુકા સમશેરાપુરા ગામે 22 વર્ષીય સર્ગભા કાજલબેન રવિભાઈ ઠાકોરને પ્રસુતિની પીડા ઉપડતાં 108માં સારવાર માટે ઘરેથી લઇ રાધનપુર સીએસસી ખાતે લઈ જઈ રહ્યા હતા.તે દરમ્યાન સમી - રાધનપુર હાઇવે પર બનાસનદીના પુલ પાસે સગર્ભાના પેટમાં રહેલ બાળક ઊંઘું થતા અસહ્ય પીડાને લઇ તાત્કાલિક ડિલિવરી કરવાની જરૂયાત ઉભી થતા ઇએમટી ગૌસ્વામી અને પાયલોટ સન્ની પરમાર દ્વારા 108 માં રહેલ ઇસીઆર ફેસિલિટી મારફતે હેડ ઓફિસ અમદાવાદના ડોક્ટરનો સંપર્ક કરી માર્ગદર્શન મુજબ નોર્મલ ડિલિવરી કરાવી હતી. અને બાળકનો જન્મ કરાવ્યો હતો. માતા અને બાળક સુરક્ષિત રહેતાં પાયલોટ દ્વારા વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોચાડી યોગ્ય સારવાર અપાવી હતી. જ્યાં તાત્કાલિક સારવાર મળતાં મહિલા અને નવજાત શીશુંનો બચાવ થતાં પરિજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...