• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Police Investigation Into The Husband's Relationship With Another Woman During His Wife's Lifetime Revealed That The Woman Had A Child

પતિ પત્ની ઔર વો:પત્નીની હયાતીમાં પતિના અન્ય મહિલા સાથે સંબંધ મુદ્દે પોલીસ તપાસમાં મહિલાને બાળક હોવાનું ખૂલ્યું

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્ની કોર્ટમાં જતા પોલીસ તપાસ આદેશ અપાયા હતા
  • બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં મૂજરી માંગી

પાટણ શહેરના ભદ્ર સમાજના એક પરિવારમાં પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીની હયાતીમાં પતિ દ્વારા બીજી મહિલા સાથે સંબંધ રાખવા સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોર્ટે તેમાં તપાસના આદેશ કરતા પોલીસ તપાસમાં બીજી મહિલાને એક દીકરો હોવાની હકીકત સામે આવતા તેનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. પાટણ શહેરમાં રહેતી એક મહિલાના લગ્ન સરસ્વતી તાલુકાના એક ગામમાં થયા હતા. જેમાં પતિ-પત્ની બંને વચ્ચે મનમેળ ન આવતા ઘણા સમયથી અલગ અલગ રહે છે.

આ દરમિયાન પતિએ બીજી મહિલાને તેના ઘરમાં રાખી હતી જેમાં તે મહિલાને દીકરાનો જન્મ થયો હતો. જેને પગલે કાયદેસરની પત્ની દ્વારા પાટણ ખાતે કોર્ટમાં પતિ સામે ફરિયાદ કરી ન્યાય મેળવવા લેખિત અરજી કરી હતી તેમાં કોર્ટ દ્વારા પોલીસ તપાસનો હુકમ થયો હતો. પાટણના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરાતાં મહિલાના પતિ અને તેની મિત્ર બન્ને સાથે રહે છે અને તેમને પોણા ત્રણ વર્ષનું બાળક છે. જોકે,મહિલાએ નોંધણી કરાવેલ જન્મ તારીખના દાખલામાં દીકરાના નામની પાછળ માતાનું નામ લખાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જન્મ નોંધણીમાં પિતાના નામ ાથી બાળક કોનું છે તે સાબિત કરવા માટે DNA ટેસ્ટ કરાશે
મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ ચિરાગ ગોસાઈના જણાવ્યા મુજબ તપાસમાં મહિલાનો પતિ અને તેની મિત્ર બન્ને સાથે રહે છે અને તેમને પોણા ત્રણ વર્ષનું બાળક છે. બાળકના નામ પાછળ તેના પિતાનું નામ નથી એટલે બાળક કોનું છે તે સાબિત કરવા માટે ડી.એન.એ ટેસ્ટ કરવા માટે કોર્ટની મંજૂરી માંગવામાં આવી છે. કોર્ટ મંજૂરી આપશે તો ટેસ્ટ પછી વધુ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...