ઉતરાયણના દિવસે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પોલીસ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા લોકોને પકડવા માટે મકાનના ધાબા ઉપર જઈને તપાસ કરશે. જો કોઈ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતો પકડાશે તો તેની સામે ફરિયાદ દાખલ કરાશે. ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાઈ રહ્યા છે અને પક્ષીઓ પણ વિંઝાઈ રહ્યા છે.
ત્યારે આ વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે પોલીસે ગંભીર બની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 12 દિવસમાં પોલીસે રૂ 2,80,350ની 1129 ચાઈનીઝ ફીરકી સાથે 53 શખ્સોને પકડી પાડી પોલીસ સ્ટેશનોમાં 49 કેસ દાખલ કર્યા છે.
આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચો અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી છે.આ ટીમો 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પોલીસ બંદોબસ્તની સાથે કેટલાક મકાનના ધાબા ઉપર જઈને તપાસ કરશે.જેમાં કોઈ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા મળશે તો તેની સામે ipc કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત અકસ્માત ન થાય તે માટે ઓવર બ્રિજ પર અડેલી પતંગની દોરીઓ પણ દૂર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.