તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાટણમાં વ્યાજખોરે રિક્ષા ચાલકને માર મારી ધમકી આપતાં પોલીસ ફરિયાદ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રિક્ષા ચાલકને ઓફીસ લઈ જઈ રૂ.3000 ઝુંટવી લીધા

પાટણ ચાચરીયા રંગરેજની ખડકીમાં રહેતા કિરણભાઈ કચરાલાલ રાજપુત શુક્રવારે સાંજે તેમની રીક્ષા લઈ પાટણ ત્રણ દરવાજાથી મેઇન બજાર બાજુ જતા હતા તે વખતે રીતેષભાઇ લલીતભાઇ મહારાજ સફેદ કલરની સ્કોર્પીયો ગાડી રીક્ષા આગળ ઉભી રાખી રીક્ષા રોકી નીચે ઉતરી મારી રીક્ષામાં બેસી ગયા હતા અને છ માસ અગાઉ તુ મારી પાસેથી દસ હજાર વ્યાજેથી લઈ ગયેલ જે પાછા આપવાના નથી, તેમ કહી રિક્ષા તેની ઓફીસ બાજુ હંકારી ધમકી આપતા રીક્ષા ચતુરભુજ બાગથી વેરાઇ ચકલા જવાના રોડ ઉપર આવેલ કલાપી ફર્નિચરની દુકાન આગળ ઉભી રખાવી અને ગાળો બોલી કોમ્પલેક્ષ પહેલા માળે આવેલ હોઈ તેની ઓફીસના પહેલા માળે કોલર પકડી બળજબરીથી લઈ ગયા હતા.

જ્યાં લઈ જઈ અને કહેવા લાગેલ કે જ્યાં સુધી તુ મારા પૈસા નહી આપે તો હું તને મારી ઓફિસમાંજ પૂરી રાખીશ. જ્યાં રીતેષે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ધોકા વડે મારી ખિસ્સામાંથી રૂ .3000 ઝુંટવી લેતાં રીતેશભાઈ લલીતભાઈ મહારાજ સામે ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ અધિકારી પીઆઇ એ.સી. પરમારે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો