અપહરણની ફરીયાદ:સિદ્ધપુરના કનેસરા ગામેથી 17 સગીરનુ અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરના પિતાએ સિદ્ધપુર પોલીસ મથકે અપહરણની ફરીયાદ નોંધાવી

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે રહેતો સગીર બુધવારે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયો હતો. જે સમયસર પાછો ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, ચાર દિવસ વિતવા છતાં સગીર ન મળતાં આ અંગે સગીરના પિતાએ સિદ્ધપુર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે રહેતા 17 વર્ષીય સગીરને તારીખ 05/01/2022 નારોજ સવારે ધરેથી ગામમા જઇને આવુ છુ તેમ કહી નિકળ્યો હતો. જે મોડી સાંજ સુધી પરત ન આવતાં જેની શોધખોળ કરતા આજદિન સુધી પરત ન આવતા તેનુ કોઇ અજાણ્યો શખ્સ તેનુ અપહરણ કરી ગયા હોવાની સગીરના પિતા કાળુભાઇ સોનજીભાઇ દેવીપુજકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...